મુખ્ય સમાચાર
News of Saturday, 18th August 2018

આઝાદીના દિવસે દેશમાં પહેલા માદા પેંગ્વિનનો થયો જન્મ

દેશમાં પહેલી વાર કોઈ માદા પેંગ્વિનનો જન્મ થયો છે. સ્વતંત્રતા દિવસે બુધવારે રાત્રે મુંબઈના વીરમાતા જીજાબાઈ ભોસલે પ્રાણીસંગ્રહાલય ખાતે આ બેબી પેંગ્વિનનો જન્મ થયો છે.અત્રે  નોંધનીય છે કે, 6 જુલાઈ 2016ના રોજ દક્ષિણ કોરિયાથી 8 જેટલા પેંગ્વિનના જોડા ભારતમાં લાવવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે આ બેબી પેંગ્વિનનું નામ ફ્રિડમ બેબી રાખવામાં આવ્યુ છે

(12:32 pm IST)