મુખ્ય સમાચાર
News of Saturday, 31st October 2020

અલીબાબાની કંપનીથી શેરબજારમાં મોટો ખળભળાટ : વિશ્વનું સૌથી મોટું બિડિંગ : રૂ..222 લાખ કરોડની બિડ

અરામકોના IPOનો રેકોર્ડ તોડી નાંખ્યો : આ IPO ભારત સહિત ટોચના દેશોના GDP કરતા પણ મોટું

બેઇજિંગઃ ચીનના સૌથી સમૃદ્ધ બિઝનેસમેન જૈક માની કંપનીએ શેર બજારમાં વિશ્વનું સૌથી મોટું બિડિંગ  કરી નવો રેકોર્ડ કરી નાંખ્યો છે. આ IPO ભારત સહિત ટોચના દેશોના GDP કરતા પણ મોટું છે.અલીબાબા ગ્રુપની ફાયનાન્સિયલ સર્વિસિસ કંપની Ant ગ્રુપ આ સપ્તાહમાં વિશ્વનું સૌથી મોટું 3 ટ્રિલિયન (3 લાખ કરોડ) ડોલરનું (IPO) રજૂ કર્યો. Ant ગ્રુપે 35 અબજ ડોલરનું મૂલ્ય ધરાવતા શેર ઈસ્યુ કર્યા હતા. સબ્સ્ક્રીપ્શનના અંતિમ દિવસ શુક્રવાર સુધીમાં તો કંપનીને 3 ટ્રિલિયન ડોલર (222 લાખ કરોડ રૂ.પિયા)ની બિડ પ્રાપ્ત થઈ ગઇ છે.

 અલીબાબા ગ્રુપની ફાયનાન્સિયલ સર્વિસિસ કંપની Ant ગ્રુપ આ સપ્તાહમાં વિશ્વનું સૌથી મોટું 3 ટ્રિલિયન (3 લાખ કરોડ) ડોલરનું (IPO) રજૂ કર્યો. Ant ગ્રુપે 35 અબજ ડોલરનું મૂલ્ય ધરાવતા શેર ઈસ્યુ કર્યા હતા. સબ્સ્ક્રીપ્શનના અંતિમ દિવસ શુક્રવાર સુધીમાં તો કંપનીને 3 ટ્રિલિયન ડોલર (222 લાખ કરોડ રૂ.પિયા)ની બિડ પ્રાપ્ત થઈ ગઇ છે. આ રકમ (3લાખ કરોડ ડોલર) ભારત (2.94TD), બ્રિટન(2.83TD), ફ્રાન્સ (2.71TD) , ઇટાલી(1.99TD) અને બ્રાઝીલ (1.85TD)ના 

અગાઉ સાઉદી અરબની ઓઈલ કંપની સાઉદી અરામકો ગયા વર્ષે 29.40 અબજ ડોલરનો IPO લાવી હતી. ત્યારે અલીબાબાના 2014માં આવેલ ઈસ્યુ (25 અબજ ડોલર)ને પાછળ છોડી દુનિયાનો સૌથી મોટો IPO બન્યો હતો. હવે અલીબાબાએ ફરી અરામકોને પાછળ પાડી દીધી.

Ant ગ્રુપના IPOની માંગ એટલી હતી કે બ્રોકરેજ ફર્મોના પ્લેટફોર્મ ક્રેશ થઇ ગયા હતા.કંપનીના હોંગકોંગ અને શાંઘાઈના શેરબજારો માટે IPO ઈશ્યુ કર્યો હતો. તેને જે રીતે રિસ્પોન્સ મળ્યો હતો તેને કેટલીક બ્રોકરેજ હાઉસિસના પ્લેટફોર્મ ક્રેશ થઈ ગયા હતા. શાંઘાઈમાં રિટેલ ઈન્વેસ્ટર્સ માટે ઈસ્યુની તુલનામાં 872 ગણી વધારે બિડ મળ્યા. બીજી બાજુ હોંગકોંગમાં 389 ગણી શેરોની માંગ થઈ હતી.ggest IPO

Ant એ વર્ષ 2004માં પેમેન્ટ સેવા શરૂ કરી હતી. ફક્ત 16 વર્ષમાં જ વિશાળ એમ્પાયરનું સર્જન કર્યું હતું. કંપની શોર્ટ ટર્મ લોન આપે છે, સુવિધા એવી છે કે એક મિનિટમાં ગ્રાહકોના ખાતામાં પૈસા પહોંચી જાય છે. કંપની વીમા અને રોકાણ પ્રોડક્ટનું પણ વેચાણ કરે છે. હવે સૌથી મોટો IPO રજૂ કર્યો છે. રોકાણકારોને વિશ્વાસ છે કે કંપની આગામી સમયમાં પણ ચીનમાં ફાયનાન્સિયલ સર્વિસિસના ડિજીટલાઈઝેશનથી લાભ મેળવશે.

Ant ગ્રુપના શેરનું ટ્રેડિંગ શાંઘાઈ અને હોંગકોંગના બજારોમાં 5 નવેમ્બરથી એટલે કે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીના 2 દિવસ બાદ શરૂ થશે. એટલે કે અમેરિકાની ચૂંટણીઓની વિશ્વના શેરબજારો પર અસર થાય છે તો Ant ગ્રુપનુ લિસ્ટીંગ પર અસર થઈ શકે છે.

(10:52 pm IST)