મુખ્ય સમાચાર
News of Saturday, 31st October 2020

પોર્ન સ્ટાર ૭ સેકસ ક્રાઇમમાં આરોપીઃ ૩૩૦ વર્ષની થઇ શકે છે જેલ

જેરેમી પર ૧૫ થી ૫૪ વર્ષની ૧૭ મહિલાઓએ જાતિય સંબંધ અને બળાત્કારના આરોપ લગાવ્યો હતો

નવી દિલ્હી,તા. ૩૧:પોર્ન સ્ટાર રોન જેરેમી સામે બુધવારના બળાત્કાર અને યૌન શોષણના વધારાના ૭ કેસ નોંધાયા છે. જેરેમી વિશે લોસ એન્જલસ ડિસ્ટ્રિકટ એટોર્નીના કાર્યાલયના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, એડલ્ટ ફિલ્મોના પોર્ન સ્ટાર રોન જેરેમી પર વધારાના ૭ યૌન શોષણના કેસ સામે આવ્યા છે.

૬૭ વર્ષીય રોન જેરેમી એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક મોટું નામ છે. જેરેમી સામે જૂન મહિનામાં ત્રણ મહિલાઓ પર બળાત્કાર કરવાનો અને ચોથા કેસમાં તેની પર યૌન શોષણનો આરોપ મૂકાયો હતો. ચોથો યૌન શોષણનો કેસ વર્ષ ૨૦૧૪ના છે. ત્યારબાદ મહિલાઓએ જેરેમી સામે પોલીસમાં ફરિયાદ કરવી શરૂ કરી હતી.

ડિસ્ટ્રિકટ એટોર્ની ઓફિસના નિવેદન અનુસાર, જેરેમી સામે દાખલ નવા કેસમાં બળાત્કારના ત્રણ આરોપો છે. આ પહેલા જેરેમી પર ૧૫થી ૫૪ વર્ષની ૧૭ મહિલાઓએ જાતીય સંબંધ અને બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. બુધવારે, જેરેમીએ નવા કેસોમાં પોતાને દોષી નહીં હોવાની દલીલ કરી. તેના આરોપની સુનાવણી માટે અગાઉ ૧૪ ડિસેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી હતી.

જેરેમી પર આરોપ છે કે તેણે વર્ષ ૨૦૦૪માં લોસ એન્જલસમાં યોજાયેલી એક પાર્ટી દરમિયાન ૧૫ વર્ષની બાળકીનું યૌન શોષણ કર્યું હતું. તેના પર મોટાભાગના આક્ષેપો વેસ્ટ હોલીવુડ બાર નામના સ્થળ સાથે સંબંધિત છે, જયાં તે અવારનવાર જતા રહે છે. રોન જેરેમીએ ૧૯૭૦ના દાયકાથી આ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું. અત્યાર સુધી જેરેમીએ ૨૦૦૦થી વધુ એડલ્ટ ફિલ્મોમાં કામ કર્યું છે.

જેરેમીના નામે અત્યાર સુધીમાં બળાત્કારના ટોટલ ૧૧ કેસ અને ૮ યોન શોષણના વધારાના ૧૬ અન્ય યોન ગુના કેસ નોંધાયેલા છે. જો રોન જેરેમી આ બધા કેસોમાં દોષી સાબિત થાય છે, તો તેને ૩૩૦ વર્ષથી વધુની કેદની સજા થશે.

(3:07 pm IST)