મુખ્ય સમાચાર
News of Saturday, 31st October 2020

છેલ્લા ૨૪ કલાકમાં ૪૮,૨૬૮ નવા કેસઃ ૫૫૧ દર્દીનાં મોત

છેલ્લા ૨૪ કલાકમાં ૫૯૪૪ દર્દીઓ સાજા થયા છેઃ સાજા થનાર કુલ દર્દીઓની સંખ્યા ૭૪,૩૨,૮૨૯ થઈ છેઃ દેશમાં સાજા થવાનો દર ૯૧.૩ ટકા પર પહોંચ્યો છે

નવી દિલ્હી, તા.૩૧: શનિવારે સવારે કેન્દ્રીય પરિવાર કલ્યાણ અને સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૪૮,૨૬૮ કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા ૮૧,૩૭,૧૧૯ પર પહોંચી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૯,૪૪ દર્દીઓ સાજા થયા છે. આ સાથે દેશમાં સાજા થનાર કુલ દર્દીઓની સંખ્યા ૭૪,૩૨,૮૨૯ થઈ છે. દેશમાં સાજા થવાનો દર ૯૧.૩ ટકા પર પહોંચ્યો છે.

 છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાને કારણે ૫૫૧ લોકોનાં મોત થયા છે. આ સાથે દેશમાં મોતનો કુલ આંકડો ૧,૨૧,૬૪૧ થયો છે. દેશમાં મોતનું પ્રમાણે ૧.૫ ટકા છે. હાલ દેશમાં કોરોનાના કુલ ૫,૮૨,૬૨૯ સક્રિય કેસ છે.   મહારાષ્ટ્રમાં સૌથી વધારે મોતૅં દેશમાં મહારાષ્ટ્ર રાજયમાં કોરોનાને કારણે સૌથી વધારે મોત થયા છે. અત્યાર સુધી એકલા મહારાષ્ટ્રમાં જ ૪૩,૮૩૭ લોકોનાં મોત થયા છે. તામિલનાડુ અને કર્ણાટકમાં પણ ૧૦ હજારથી વધારે મોત નોંધાયા છે. પશ્યિમ બંગાળ, ઉત્ત્।ર પ્રદેશ, દિલ્હી અને આંધ્ર પ્રદેશમાં પાંચ હજારથી વધારે લોકોનાં મોત થયા છે.

(3:02 pm IST)