મુખ્ય સમાચાર
News of Saturday, 31st October 2020

પેરિસમાં લોકોએ ખરીદી માટે દોટ લગાવી

ફ્રાંસમાં ૧ મહિનાનું લોકડાઉન લાગુ થાય એ પૂર્વે રસ્તા પર ૭૦૦ કિ.મી.નો ટ્રાફિક જામ

પેરિસ તા. ૩૧ :.. કોરોના વાયરસના વધતા કેસ જોઇ ને ફ્રાંસે બીજા લોકડાઉનની જાહેરાત કરી હતી. કોરોનાની બીજી લહેર સામે લડવા આ પગલુ લેવાયું છે. ફ્રાંસમાં ગુરૂવારે સાંજે લોકડાઉનની જાહેરાત થઇ તે પછી લોકોમાં હલચલ મચી ગઇ હતી. તે પછી પેરિસમાં ૭૦૦ કિ. મી. લાંબો ટ્રાફિક જામ લાગ્યો. લોકો જરૂરી ચીજ વસ્તુ લેવા જઇ રહ્યો હતાં. લોકો પોતાના પરિવાર - મિત્રો પાસે જવા લાગ્યા હતાં. લોકડાઉનને કારણે લોકોએ ૧ મહિના સુધી પોતાના ઘરમાં રહેવુ પડશે.

લોકડાઉનની જાહેરાત થતા જ લોકો પોતાની કાર લઇને નીકળી પડયા હતાં. ઠેરઠેર ટ્રાફિક જામ સર્જાયો. ગઇકાલથી ૪ સપ્તાહનું લોકડાઉન જાહેર કરાયુ છે. કરીયાણાના સ્ટોર અને બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી.

ફ્રાંસના તમામ ૬૭ મિલીયન લોકોને ઘરમાં જ રહેવા આદેશ આપવામાં આવ્યો છે. કોઇ કોઇની ઘરે જઇ નહિ શકે ઘરના ૧ કિ.મી.ના વિસ્તારમાં ૧ કલાક કસરત માટે બહાર નીકળી શકશે. દેશમાં રેસ્ટોરન્ટ - કેફે બંધ કરાયા છે.

(11:32 am IST)