મુખ્ય સમાચાર
News of Saturday, 31st October 2020

AIIMSના ડાયરેકટરની ચેતવણી

ખતરનાક હોઈ શકે છે કોરોનાની બીજી લહેરઃ નાની બેદરકારી વધારી શકે છે સંક્રમણ

સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્કને લઈને બેદરકારી ન રાખવા કહ્યું

નવી દિલ્હી,તા. ૩૧: એમ્સ દ્વારા કોરોના વાયરસની બીજી લહેરને લઈને એકવાર ફરી લોકોને સાવધાન કરવામાં આવ્યા છે. દિલ્હીમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. એવામાં ત્રીજી વેવની પણ ચર્ચા છે. એમ્સ ડાયરેકટર ડો. રણદીપ ગુલેરિયાએ ત્રીજી લહેરની શકયતા નકારી છે. કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે. તેમનું માનવું છે કે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન અને માસ્કનો દુરઉપયોગ ખતરનાક બની શકે છે.

ડો. ગુલેરિયાનું કહેવું છે કે પ્રદૂષણ અને બદલાતી સીઝનના કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે. તેમનું કહેવું છે કે પ્રદૂષણના કારણે કોરોના વધારે સમય સુધી હવામાં રહે છે. તે ફેફસાને નુકસાન કરે છે. પ્રદૂષણથી પણ તે વધી શકે છે. તેમનું કહેવું છે કે કોરોના ખતમ થયો નથી. લોકોએ માસ્ક પહેરવું જોઈએ. બેદરકારીથી કેસ વધી શકે છે.

કોરોના વેકસીનને લઈને ડો. ગુલેરિયાએ કહ્યું કે આશા છે કે કોઈ નવી દવાઓ આવે જે વાયરસને કંટ્રોલ કરે. વેકસીન આવવાથી કોરોનાના કેસ દ્યટશે. પરંતુ અત્યારે તો લોકોએ સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પર ધ્યાન આપવું. તેઓએ કહ્યું કે પ્રદૂષણ અને કોરોના બંને એક ચેલેન્જ છે. આ સમયે જરૂરી છે કે દરેક નિયમોનું પાલન કરાય અને કેસને કંટ્રોલમાં લઈ શકાય. દિવાળીના સમય સુધીમાં કોરોનાના કેસ દ્યટશે તો કહી શકાશે કે કોરોનાનો પીક ખતમ થયો છે.

AIIMSના ડો. ગુલેરિયાનું કહેવું છે કે તહેવારની સીઝનમાં લોકોએ ખાસ સાવધાની રાખવી પડશે. તેઓએ કહ્યું કે જેમને માઈલ્ડ ઈન્ફેકશન છે તેમને ફરી સંક્રમણ થઈ શકે છે. આ વાયરસના કારણે ઈમ્યુનિટી ઘટે છે. આ કારણે સંક્રમણનો ખતરો વધે છે.

(11:30 am IST)