મુખ્ય સમાચાર
News of Saturday, 31st October 2020

કેરળ -ગોવા સુશાસિત રાજ્ય : ચંડીગઢ શ્રેષ્ઠ કેન્દ્ર શાસિત પ્રદેશ : યુપી -બિહાર પહોંચ્યા તળિયે

સૌથી ખરાબ શાસન છે મણિપુર, દિલ્હી અને ઉતરાખંડ

નવી દિલ્હી,તા. ૩૧: દેશમાં મોટા શહેરોમાં સુશાસનના સંદર્ભમાં કેરળે ટોચનું સ્થાન મેળવ્યું છે. જયારે ઉત્ત્।ર પ્રદેશ અને બિહાર તળીયે પહોંચ્યા છે તેમ પબ્લિક અફેર્સ કેન્દ્ર દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા પબ્લિક અફેર્સ ઈન્ડેકસ-૨૦૨૦માં જણાવાયું હતું. ઈસરોના ભૂતપૂર્વ ચેરમેન કે. કસ્તુરીરંગનના અધ્યક્ષપદે પબ્લિક અફેર્સ સેન્ટરે તેનો વાર્ષિક અહેવાલ જાહેર કરતાં જણાવ્યું હતું કે, સર્વવ્યાપક વિકાસના પરીપ્રેક્ષ્યમાં કોમ્પોસાઈટ ઈન્ડેકસ પર આધારિત શાસનના પરફોર્મન્સ પર રાજયોને રેન્કિંગ આપવામાં આવ્યું છે.

આ રેન્કિંગમાં દક્ષિણના ચાર રાજયો કેરળ (૧.૩૮૮ પોઈન્ટ) તમિલનાડુ (૦.૯૧૨), આંધ્ર પ્રદેશ (૦.૫૩૧) અને કર્ણાટક (૦.૪૬૮) મોટા રાજયોની કેટેગરીમાં ટોચના ચાર રાજયોમાં સ્થાન ધરાવે છે. બીજીબાજુ આ રેન્કિંગમાં ઉત્ત્।ર પ્રદેશ, ઓડિશા અને બિહાર તળીયે આવ્યા છે. તેમણે આ કેટેગરીમાં નકારાત્મક સ્કોર મેળવ્યા છે. ઉત્ત્।ર પ્રદેશે માઈનસ ૧.૪૬૧, ઓડિશાએ માઈનસ ૧.૨૦૧ અને બિહારે માઈનસ ૧.૧૫૮ પોઈન્ટ મેળવ્યા હતા.

નાના રાજયોની કેટેગરીમાં ગોવા ૧.૭૪૨ પોઈન્ટ સાથે પહેલા ક્રમે છે જયારે બીજા ક્રમે મેઘાલયે ૦.૭૯૭ પોઈન્ટ તથા હિમાચલ પ્રદેશે ૦.૭૨૫ પોઈન્ટ મેળવ્યા છે. નાના રાજયોમાં સૌથી ખરાબ શાસન કરનારા રાજયોમાં મણિપુર (-૦.૩૬૩), દિલ્હી (-૦.૨૮૯) અને ઉત્ત્।રાખંડ (-૦.૨૭૭)નો સમાવેશ થાય છે તેમ પીએસીના રિપોર્ટમાં જણાવાયું હતું.

પીએઆઈના અહેવાલ મુજબ કેન્દ્રશાસિત પ્રદેશોની કેટેગરીમાં ચંડીગઢ ૧.૦૫ પીએઆઈ પોઈન્ટ સાથે સૌથી શ્રેષ્ઠ શાસિત પ્રદેશ તરીકે ઊભરી આવ્યું છે. ત્યાર પછી પુડુચેરી (૦.૫૨) અને લક્ષ્યદ્વિપ (૦.૦૦૩) અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે. દાદરા નગર હવેલી (-૦.૬૯), આંદામાન, જમ્મુ-કાશ્મીર (-૦.૫૦) અને નિકોબાર (-૦.૩૦) સૌથી ખરાબ શાસિત પ્રદેશોમાં સ્થાન ધરાવે છે.

પીએસીના જણાવ્યા મુજબ ઈકિવટી, વૃદ્ઘિ અને સાતત્યપૂર્ણ વિકાસના પરિપ્રેક્ષ્યમાં રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શાસનનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. કસ્તુરીરંગરાજને કહ્યું હતું કે, પીએઆઈનો રિપોર્ટ ભારતમાં આર્થિક અને સામાજિક મુદ્દાઓ પર આપણી સમક્ષ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સ્થિતિ પર પ્રકાશ પાડે છે.

(11:29 am IST)