મુખ્ય સમાચાર
News of Saturday, 31st October 2020

ખેડૂતોને ઝટકો

કૃષિ લોન પર નહીં મળે વ્યાજ માફી યોજનાનો લાભ

પાક અને ટ્રેકટર લોન આ યોજનાના દાયરાની બહાર

નવી દિલ્હી,તા. ૩૧: નાણા મંત્રાલયે ગુરૂવારે ચક્રવૃધ્ધિ અને સાધારણ વ્યાજ વચ્ચેના ડીફરંસની ચુકવણી અંગેની 'અનુગ્રહ રાહત ભુગતાન યોજના' અંગે વધારાના એફએકયુ (વારંવાર પૂછાતા સવાલ) બહાર પાડ્યા છે. નાણા મંત્રાલયે કહ્યુ કે બાકીદારોને ૨૯ ફેબ્રુઆરી સુધી ક્રેડીટ કાર્ડ પરથી બાકી રકમ માટે પણ આ યોજનાનો લાભ મળશે.

એફએકયુમાં કહેવાયું છે કે આ રાહત માટેના માપદંડનો દર કોન્ટ્રાકટનોઅ દર હશે જેનો ઉપયોગ ક્રેડીટ કાર્ડ આપતી કંપની દ્વારા ઇએમઆઇ લોનો માટે કરાય છે.નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ યોજના હેઠળ કુલ આઠ ક્ષેત્ર આવે છે. પાક અને ટ્રેકટર લોન કૃષિ સંબંધી ગતિવિધીઓમાં આવે છે. જે આ યોજનામાં સામેલ નથી. રિઝર્વ બેંકે બધી લોન દાતા સંસ્થાઓએ મંગળવારે કહ્યું હતુ કે તેઓ બે કરોડ રૂપિયા સુધીની લોન માટે હાલમાં જ જાહેર કરાયેલ વ્યાજની માફી યોજનાને લાગુ કરે. આ યોજના હેઠળ બે કરોડ રૂપિયા સુધીની લોન પરના વ્યાજ પર લાગતા વ્યાજને એક માર્ચ ૨૦૨૦થી ૬ મહિના સુધી માફ કરવામાં આવશે.

(11:24 am IST)