મુખ્ય સમાચાર
News of Saturday, 31st October 2020

નલ-જલ યોજનાના કોન્ટ્રાક્ટરોને ત્યાં આવક વેરા વિભાગનો દરોડો : કરોડોની સંપત્તીનો ખુલાસો

લોટસ કંન્સ્ટ્રક્શન કંપનીના બન્ને ભાઈઓના હનુમાન નગર, પાટલીપુત્ર કૉલોનીસ ફ્રેઝર રોડ સ્થિત નિવાસ સ્થાન અને કાર્યાલય પર દરોડા

ભાગલપુરઃ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની મહત્વપૂર્ણ યોજનાઓમાંની એક નલ-જલ યોજના સાથે સંકળાયેલા 2 મોટા કોન્ટ્રાક્ટરના નિવાસ સ્થાને ઈન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. આ દરમિયાન કરોડોની સંપત્તિ જપ્ત થયાનો ખુલાસો થયો છે.

મળતી માહિતી મુજબ, પટના અને ભાગલપુરમાં બન્ને કોન્ટ્રેક્ટરના નિવાસ સ્થાને દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં અંદાજે 50 લાખ રૂપિયા રોડક જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ કરોડોની બેનામી સંપત્તિનો ખુલાસો થયો છે. કોન્ટ્રાક્ટરના નામની ઓળખ લલન કુમાર અને સુમન કુમારના નામે થઇ છે. ગુરુવારે રાત્રે જ બન્ને કોન્ટ્રાક્ટરના નિવાસ સ્થાને અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. IT વિભાગ ભાગલપુર ઉપરાંત પટના, ઘનબાદ અને પૂર્ણિયામાં પણ કાર્યવાહી કરી રહ્યું છે.

 

બિહારમાં નલ-જલ યોજનાનું કામ લોટસ કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવ્યું હતું, જ્યારે આ કંપનીના ડાયરેક્ટર લલન કુમાર અને સુમન કુમાર બન્ને ભાઈ છે. બન્ને ભાઈઓના ઘરમાં જ કંપનીનું કાર્યાલય છે. IT વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ, હનુમાન નગર, પાટલીપુત્ર કૉલોનીસ ફ્રેઝર રોડ સ્થિત નિવાસ સ્થાન અને કાર્યાલય પર IT વિભાગે દરોડા પાડ્યા છે

(11:02 am IST)