મુખ્ય સમાચાર
News of Saturday, 31st October 2020

ચાર વર્ષના બાળકની માતા પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપાઈઃ લોકોએ પ્રેમી યુગલને બનાવ્યું બંધક

પ્રેમી યુગલને છોડાવવા માટે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતીઃ જોકે, ગામ લોકોના ભારે વિરોધ બાદ પોલીસ પણ કંઈ ન કરી શકી

રાંચી, તા.૩૧: ઝારખંડના પાકુડમાં આડા સંબંધના આરોપમાં ગામના લોકોએ યુવક-યુવતીને બંધક બનાવ્યા હતા. મહેશપુર થાના અંતર્ગત પરિયારદાહા ગામમાં ૨૬ વર્ષીય પરિણીત આદિવાસી મહિલાને ગામના લોકોએ તેના પ્રેમી સાથે રંગેહાથે પકડી પાડી હતી. ત્યારબાદ પંચાયતના તુગલકી ફરમાન સંભળાવીને તેમને ઝાડ સાથે બાંધી દીધા હતા.

સાહેબગંજ, દુમકા, પાકુડ અને અન્ય સંથાલ પરગના જિલ્લામાં સતત આવી દ્યટનાઓ થઈ રહી છે. જયાં ભીડ ઈન્સાફ કરવા ઉતરી આવે છે. આ દરમિયાન લોકો કાયદાને હાથમાં લેતા ડરતા નથી.

સ્થાનીક લોકોએ જણાવ્યું કે ગ્રામીણોએ ચાર વર્ષના બાળકની માતાને તેના પ્રેમી મસલેઉદ્દીન અંસારી સાથે આપત્ત્િ।જનક સ્થિતિમાં પકડી હતી. આરોપી પ્રેમી ત્રણ બાળકોનો પિતા છે. પડોશના બાલીદંગલ ગામનો રહેવાશી છે.

ત્યારબાદ ગામના લોકોએ આ બંનેને એક ઝાડ સાથે બાંધી દીધા હતા. પ્રેમી યુગલને કોઈપણ રીતે ભાગી ના જાય તે માટે કેટલાક લોકો ઝાડ ઉપર ચડીને તેના ઉપર નજીર રાખવા લાગ્યા હતા. પ્રેમી યુગલને છોડાવવા માટે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, ગામ લોકોના ભારે વિરોધ બાદ પોલીસ પણ કંઈ ન કરી શકી.

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા વીડિયોમાં ચોખ્ખુ નજર આવે છે કે પોલીસ પણ ઘટના સ્થળે હાજર છે અને ગામ લોકોની ભારે સંખ્યાના કારણે તેઓ મજબૂર છે. લોકોની કેદમાંથી કપલને છોડવવાની તેમની કોશિશો ઉપર પાણી ફરી વળ્યું હતું.

આ ઘટના અંગે પાકુડના એસપી મણિલાલ મંડલે કહ્યું કે કોઈને પણ કાયદો હાથમાં લેવાની મંજૂરી નથી. અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. ખબર મળી ત્યાં સુધી પ્રેમી યુગલ ગ્રામીણો પાસે જ બંધ હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે પ્રેમી યુગલને ગામ લોકોની ચંગુલમાંથી છોડાવવા માટે વધારાની ફોર્સ મંગાવવાની યોજના બનાવી છે.

(10:38 am IST)