News of Saturday, 31st October 2020
અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનના મુખ્ય સલાહકારોમાં ભારતીય મૂળના બે નિષ્ણાતોનો સમાવેશ : પૂર્વ સર્જન જનરલ ડો.વિવેક મૂર્તિ આરોગ્ય ક્ષેત્રે તથા હાર્વર્ડના અર્થશાસ્ત્રી શ્રી રાજ ચેટ્ટી અર્થતંત્ર વિષે સલાહકાર તરીકે કાર્યરત
વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનના મુખ્ય સલાહકારોમાં ભારતીય મૂળના બે નિષ્ણાતોનો સમાવેશ કરાયો છે.જેમાં પૂર્વ સર્જન જનરલ ડો.વિવેક મૂર્તિ કોરોના સહીત આરોગ્ય ક્ષેત્રે સલાહ સૂચન આપવાનું તથા હાર્વર્ડના અર્થશાસ્ત્રી શ્રી રાજ ચેટ્ટી અર્થતંત્ર વિષે સલાહકાર તરીકે ફરજ બજાવે છે.
સ્થાનિક વર્તમાનપત્રના અહેવાલો મુજબ ભારતીય મૂળના આ બંને નિષ્ણાતો જો બિડન તથા વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલા હેરિસન પ્રચાર દરમિયાન પ્રવાસમાં સાથે હોય છે.
(7:05 pm IST)