મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

ખુરશીની ખેંચતાણ વચ્ચે Twitter ઉપર અનિલ કપૂરને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવવા ઓફર

અનિલકપુરને સીએમના ટ્વીટને લઈને ભારે સહમતી જોવા મળી

 

મુંબઈ : મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. કોઈપણ પક્ષ એકલાં હાથે સરકાર બનાવી શકે તેવી સ્થિતિમાં નથી. ભાજપ અને શિવસેના વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે. શિવસેના 50-50ના ફોર્મ્યુલા પર અડગ છે તો ભાજપ કહે છે કે આવો કોઈ શરત નહોતી.

બાબતને લઈને સોશિયલ મીડિયા પર પણ રાજનીતિક ચર્ચાઓ ભારે ચાલી રહી છે. એક વિજય ગુપ્તા નામના યુઝર્સે કહ્યું કે જ્યાં સુધી કોઈ સરકાર બને ત્યાં સુધી અનિલ કપૂરને મુખ્યમંત્રી બનાવીને જોઈ લઈએ. ટ્વીટને લઈને ભારે સહમતી જોવા મળી રહી છે. લોકો કહે છે આમાં કશો વાંધો નથી

બીજી બાજુ ટ્વીટનો રિપ્લાય અનિલ કપૂર પોતે પણ આપે છે. તેઓ રીટ્વીટ કરીને લખે છે કે હું નાયક ઠીક છુંઅનિલ કપૂરની ફિલ્મ નાયક ખૂબ પ્રખ્યાત થઈ છે. તેઓ એક દિવસના સીએમ બને છે અને મોટા નિર્ણયો લે છે જેના લીધે લોકોને લાભ થાય છે.

(1:08 am IST)