મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

એનસીપીને વિપક્ષમાં બેસવાનો આદેશ આદેશ મળ્યો છતાં પરિસ્થિતિ બદલાય તો નિશ્ચિતપણે વિચારીશું : પ્રફુલ પટેલ

 

મુંબઈ : મહારાષ્ટ્રમાં સીએમ પદ માટે ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલુ છે  શિવસેના હજી પણ 50-50 ના ફોર્મ્યુલા પર અડગ છેમુંબઇમાં મળેલી બેઠક દરમિયાન ભાજપે દેવેન્દ્ર ફડણવીસને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે પસંદ કર્યા છે. શિવસેના-ભાજપની સરકાર બનાવવા માટેના ખેંચાણ વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના નેતા પ્રફુલ પટેલનું નિવેદન આવ્યું છે. તેમણે મીડિયાને કહ્યું કે તેમને વિપક્ષમાં બેસવાનો આદેશ મળ્યો છે. જો પરિસ્થિતિ બદલાય તો આપણે નિશ્ચિતપણે કઈક વિચારીશું.

એનસીપી નેતા પ્રફુલ પટેલનું નિવેદન મુખ્યમંત્રી પદને લઈને બંને પક્ષો વચ્ચે થયેલી ઝઘડાને લઈને આવ્યું છે. શિવસેના-ભાજપ બંને સંયુક્ત રીતે મહારષ્ટ્ર માં વિધાનસભાની ચૂંટણી લડી હતી. જેમાં ભાજપને 105 બેઠકો મળી હતી અને શિવસેનાને 56 બેઠકો મળી હતી. મહાગઠબંધન હેઠળ, ભાજપ-શિવસેના પાસે સરકાર બનાવવા માટે સંપૂર્ણ બહુમતી છે. પરંતુ શિવસેનાને અઢી વર્ષ મુખ્યમંત્રી પદની માંગ કરી છે. જે ભાજપ ને મંજુર નથી. જેને લઇ ને સરકારની રચનામાં ભાજપને અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે એનસીપી અને કોંગ્રેસના બંને પક્ષો સયુંકત રીતે ચૂંટણી લડ્યા હતા. અને એનસીપીને 54 બેઠકો મળી, જ્યારે કોંગ્રેસને 44 બેઠકો મળી. છે.

(12:55 am IST)