મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

વિદેશી ડેરીઓ સાથેના કરારમાં પશુપાલકોનું હિત સર્વોપરી રખાશે: પિયુષ ગોયલની ખાત્રી

અમુલના એમડી સાથે બેઠક બાદ કેન્દ્રીય મંત્રીએ કહ્યું હાલ જે પોલિસી છે તે યથાવત રહેશે

 

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે અમુલના એમડી સાથે બેઠક કરી હતી અને ત્યારબાદ  તેમણે જણાવ્યું કે વિદેશી ડેરીઓ સાથેના કરારમાં પશુપાલકોનું હિત સર્વોપરી રાખવામાં આવશે. તેમજ હાલ જે પોલિસી છે તે યથાવત રહેશે. પશુપાલકોને નુકશાન થાય તેવું કોઈ પગલું ઉઠાવવામાં નહીં આવે.

   આરસીઈપી સબંધિત પશુપાલકોને નુકસાન થાય તેવું પગલું નહીં ભરાવામાં આવે. મહત્વપૂર્ણ બાબત છે કે વિદેશી ડેરીઓ સાથેના કરારમાં દેશના પશુપાલકોને ફટકો પડી શકે છે. કારણ કે જો વિદેશથી દૂધની આયાત કરવામાં આવે તો રાજ્યના પશુપાલકોને દૂધના પૂરતા ભાવ ના મળે તેથી પશુપાલકોએ અનેક વખત વિરોધ કરી કેન્દ્ર સુધી રજુઆત કરી હતી. જેને પગલે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે અમુલ ડેરીના એમડી સાથે ચર્ચા કરી હતી

(12:26 am IST)