મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય એકતા એવોર્ડ ચંડી પ્રસાદ ભટ્ટને એનાયત

ચંડી પ્રસાદ ભટ્ટને પદ્મ ભૂષણ, રમન મેગ્સેસે અને ગાંધી શાંતિ પુરસ્કાર જેવા પ્રતિષ્ઠિત સન્માન મળી ચુક્યા છે

 

નવી દિલ્હી : ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય એકતા એવોર્ડ વખતે ચંડી પ્રસાદ ભટ્ટને આપવામાં આવ્યો છે. સોનિયા ગાંધીએ ઈંદિરા ગાંધીની પુણ્યતિથિ પર ચંડી પ્રસાદને આપ્યો હતા. એવોર્ડ હેઠળ 10 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવે છે.

સન્માન પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી (મરણોપરાંત), પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ અને જાણીતા વૈજ્ઞાનિક સતિષ ધવન સહિત અનેક હસ્તીઓને આપવામાં આવ્યું છે. ચીપ્કો આંદોલન સાથે જોડાયેલાં 85 વર્ષીય ગાંધીવાદી પર્યાવરણવાદી ચંડી પ્રસાદ ભટ્ટને અગાઉ પદ્મ ભૂષણ, રમન મેગ્સેસે અને ગાંધી શાંતિ પુરસ્કાર જેવા પ્રતિષ્ઠિત સન્માન મળ્યા છે.

(12:23 am IST)