મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

વોટ્સએપ જાસૂસી વિવાદ:રાહુલ ગાંધીએ રાફેલ ડીલનું દ્રષ્ટાંત આપી સરકારના જવાબ માંગવા પર કર્યો કટાક્ષ

સરકારે Whatsappને પૂછ્યુ કે ભારતીય નાગરિકોની જાસૂસી માટે પેગાસસને કોણે ખરીદ્યું

નવી દિલ્હી : ઇઝરાયલી સ્પાઇવેયર 'પેગાસસ' દ્વારા પત્રકારો અને સોશિયલ એક્ટિવિસ્ટોની વોટ્સએપ પર જાસૂસીનો મામલો સામે આવ્યા બાદ  સરકારે Whatsappને આ મામલે 4 નવેમ્બર સુધીમાં વિસ્તૃત જવાબ આપવા કહ્યું છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર દ્વારા Whatsapp પાસે જવાબ માંગવા પર કટાક્ષ કર્યો છે

રાહુલ ગાંધીએ કહ્યું કે આ એવુ જ છે જાણે મોદી દસૉને પૂછે કે રાફેલ વિમાનોને ભારતને વેચવાથી કોણે પૈસા બનાવ્યા. કોંગ્રેસ નેતાએ ટ્વિટ કર્યું, સરકારે Whatsappને પૂછ્યુ કે ભારતીય નાગરિકોની જાસૂસી માટે પેગાસસને કોણે ખરીદ્યું છે, આ એવુ જ છે કે જાણે મોદી દસૉને પૂછે કે રાફેલ જેટ્સના ભારતમાં વેચાણથી કોણે પૈસા બનાવ્યા.

   અત્રે ઉલેલ્ખનીય છે કે વોટ્સએપએ ગુરુવારે જણાવ્યું કે ઇઝરાયલી સ્પાઇવેર પેગાસસ દ્વારા દુનિયાભરના 4 મહાદ્વીપોમાં લગભગ 1400 યૂઝર્સના ફોનને હેક કરવામાં આવ્યા હતા. વોટ્સએપને મે મહીનામાં આ અંગે જાણકારી મળી હતી. કંપનીએ જણાવ્યું કે પ્રભાવિતોમાં કેટલાક ભારતીય પત્રકાર અને સામાજિક કાર્યકર્તાઓ પણ સામેલ છે. પરંતુ તેણે તેની સંખ્યા નથી બતાવી.

(10:55 pm IST)