મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

રાજસ્થાનમાં ૫૩ વર્ષિય શખ્સનું બળીને મોત થયું, સળગતીકારનો વીડિયો બનાવતા રહ્યા લોકો

રાજસ્થાનમાં બુધવારના કારમાં આગ લાગવાથી એક વેપારીનું બળી જવાથી મોત થયુ જયારે રસ્તા પર પસાર થતા લોકો એને બચાવવાને બદલે વીડિયો બનાવતા રહ્યા.

રિપોર્ટસ પ્રમાણે કારમા આગ શોર્ટ સર્કિટથી લાગી અને કાર લોક થઇ જવાથી શખ્સ બહાર ન નીકળી શકયો. નંબર પ્લેટના આધાર પર પોલીસએ શખ્સની ઓળખ મેળવી આ દુર્ઘટના સવારના ૧૦ વાગ્યે કોટા-ઉદયપુર હાઇવે પર બની.

(10:42 pm IST)