મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

હવે નહિ વધે ડુંગળીના ભાવ : દિલ્હીમાં મધર ડેરીના સફળ આઉટલેટના માધ્યમથી ડુંગળીનું વેચાણ કરશે

ડુંગળી અને દાળનો બફર સ્ટોકમાંથી સપ્લાઈ ચાલુ રાખવા નાફેડને નિર્દેશ આપ્યા

નવી દિલ્હી : સરકારે ડુંગળી અને દાળના ભાવને નિયંત્રણમાં રાકવા માટે નાફેડને બફર સ્ટોકમાંથી દાળ અને ડુંગળીની સપ્લાય ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો સાથે સરકારના બફર સ્ટોકની સમિક્ષા માટે ઉપભોક્તા મંત્રાલયના સચિવ અવિનાશ કુમાર શ્રીવાસ્તવની અધ્યક્ષતામાં સ્થાયી સમિતિની બેઠક થઈ હતી જેમાં દિલ્હીમાં મધર ડેરીના સફળ આઉટલેટના માધ્યમથી ડુંગળી વેચવા માટે નેપેડને ડુંગળીની સપ્લાય ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો છે. એગ્રિકલ્ચર પ્રોડ્યૂસ માર્કેટ કમિટી, આઝાદપુરના કિંમત લિસ્ટ અનુસાર, દિલ્હીમાં બુધવારે ડુંગળીનો થોક ભાવ 20-42.50 રૂપિયા પ્રતિ કિલો હતો, જ્યારે માર્કેટમાં ડુંગળીની આવક 814.5 ટન હતી.

(10:01 pm IST)