મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

વોટ્સએપ પર જાસૂસી : ગૃહમંત્રાલયે કહ્યું સરકાર પર ગોપનીયતાના હનનો આરોપ પાયાવિહોણો સરકારની છબી ખરાબ કરવાનો પ્રયાસ

સરકાર નાગરિકોના મૌલિક અધિકારોની રક્ષા માટે પ્રતિબદ્ધ : જેમાં ગોપનીયતાનો અધિકાર પણ સામેલ

 

નવી દિલ્હીઃ વોટ્સએપ પર જાસૂસી અંગે ગૃહ મંત્રાલયે કહ્યું કે, સરકાર પર ગોપનીયતાના હનનો આરોપ પાયાવિહોણો છે.અને સરકારની છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.મંત્રાલયે કહ્યું કે, સરકાર ગોપનીયતાની રક્ષા માટે પ્રતિબદ્ધ છે અને દોષી સાબિત થશે તો કાર્યવાહી થશે.

ગૃહ મંત્રાલયે કહ્યું કે, વોટ્સએપ પર ભારતીય નાગરિકોની ગોપનીયતા ભંગ કરવા સંબંધી રિપોર્ટના આધાર પર કેટલાક નિવેદન સામે આવ્યા છે. ભારત સરકારને બદનામ કરવાના આ પ્રયત્નો સંપૂર્ણ રીતે ખોટા છે.

મંત્રાલયે કહ્યું કે, ભારત સરકાર નાગરિકોના મૌલિક અધિકારોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે, જેમાં ગોપનીયતાનો અધિકાર પણ સામેલ છે. તેવામાં ગોપનીયતા ભંગ કરવા માટે જવાબદાર કોઈ પણ મધ્યસ્થ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તે સ્પષ્ટ છે કે ભારત સરકારના કાયદા અને જોગવાઈ અનુસાર કામ કર્યું અને પ્રોટોકોલનું પાલન કર્યું છે. કોઈ નિર્દોષ નાગરિકને પરેશાની ન થાય કે તેની ગોપનીયતા ભંગ ન થાય તેના માટે પર્યાપ્ત સુરક્ષા ઉપાય છે

(9:59 pm IST)