મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

હલ્દીરામ લવાસા પ્રોજેક્ટને ખરીદવાની તૈયારીમાં : 2046 કરોડમાં ખરીદશે લક્ઝરી પ્રાઈવેટ સિટી!

લવાસા સિટીને ભારતનું પહેલું પ્રાઈવેટ હિલ સ્ટેશન

નવી દિલ્હી : દેશી સ્નેક્સ બનાવનાર કંપની હલ્દીરામ કરોડો રૂપિયાની કંપની છે. મીડિયા હેવાલ મુજબ  હલ્દીરામ HCCના લવાસા પ્રોજેક્ટને ખરીદવાની તૈયારીમાં છે. લવાસા સિટીને આઝાદ ભારતનું પહેલું પ્રાઈવેટ હિલ સ્ટેશન કહેવામાં આવે છે. તેને હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપનીએ ડેવલપ કર્યું છે. લવાસાને 100 કિમીના એરિયામાં શાનદાર પ્લાનિંગ સાથે ડેવલપ કરવામાં આવ્યું છે. તેને યૂરોપના શહેરો માફક  તૈયાર કરવામાં આવ્યું છે. શહેરમાં માનવ નિર્મિત મોટુ તળાવ પણ બનાવવામાં આવ્યું છે, જે લગભગ 25 કિલોમીટર લાંબુ છે.
  બિજનેસ સ્ટાન્ડર્ડમાં છપાયેલા સમાચાર અનુસાર, લવાસાને લોન આપનાર બૅન્કર્સ 31 ઓક્ટોબરે હલ્દીરામ તરફથી મળેલી બોલી પર વિચાર કરશે. હલ્દીરામ સિવાય પુણેના બિલ્ડર અનિરુદ્ધ દેશપાંડે અને યૂવીએઆરસીએ પણ બોલી લગાવી છે. હલ્દીરામ, પાયનિયર ફેક્ટર્સ આઈટી ઈન્ફ્રાડ્રેક્ટર, અને સંચાર પ્રોપર્ટિની એક કન્સોર્ટિયમે લવાસાનો 100 ટકા 2046 કરોડ રૂપિયામાં ખરીદવાની ઈચ્છા દર્શાવી છે.
લવાસા શહેર 15 પહાડો અને ઘાટીઓમાં બન્યું છે, જે લગભગ 25000 એકડ અથવા 100 વર્ગ કિલોમિટરનો એરિયા છે. ક્ષેત્રફળ પ્રમાણે તે પેરિસ જેટલું મોટુ છે. તેનું માનવ નિર્મિત તળાવ 90 નાની-મોટી ધારાઓને મિલાવીને બનાવવામાં આવ્યું છે, જે લગભગ 100 ફૂટ ઊંડુ છે

લવાસા શહેરને 2 લાખ લોકો રહી શકે તે હિસાબે તૈયાર કરવામાં આવી રહ્યું છે. લવાસા પ્રોજેક્ટ પૂરી રીતે પૂરૂ કરવાની ડેડલાઈન 2021 છે. શહેર પૂરી રીતે તૈયાર થઈ ગયા બાદ અહીં દર વર્ષે 20 લાખ પર્યટકો આવશે તેવી આશા છે. લવાસા શહેરમાં હોસ્પિટલ, 5 સ્ટાર હોટલ, સ્કૂલ, પોસ્ટ ઓફિસ જેવી સુવિધાઓ છે. પ્રાઈવેટ શહેર હોવાના કારણે અહીં કોઈ મેયર નથી. અહીં માત્ર એક સિટી મેનેજન નિયુક્ત કરવામાં આવ્યા છે
 પર્યાવરણ મંત્રાલયે લવાસા સિટી પર પ્રશ્ન ઉઠાવ્યા છે. લવાસા શહેર પર પર્યાવરણ નિયમોનો ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પર્યાવરમ મંત્રાલયના આદેશ બાદ 2010થી 2011 વચ્ચે લવાસામાં કન્સ્ટ્રક્શન બંધ કરી દેવામાં આવ્યું હતું

(9:49 pm IST)