મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

કર્ણાટકના લડાકા સમુદાયના કુર્ગના કોડવાઓને લાયસન્સ વગર પિસ્તોલ,રિવોલ્વર જેવા હથિયારો રાખવા કેન્દ્રની છૂટ

કેન્દ્ર સરકારે બ્રિટિશ કાળથી ચાલી આવેલી છુટને ચાલુ રાખવાનો નિર્ણય કર્યો

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે કર્ણાટકના લડાકા સમુદાય કુર્ગના કોડવાઓને વગર લાઈસેન્સ પિસ્તૌલ, રિવોલ્વર અને દોનાલી શોટગન જેવા આગ્નેયાસ્ત્ર રાખવાની બ્રિટિશ કાળથી ચાલી આવેલી છુટને ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

  કોડવા સમુદાયના લોકો કાલીપોઢ ઉત્સવ પર અસ્ત્રોનું પુંજન કરે છે અને સરકારે સમુદાયની સાંસ્કૃતિક એવં ધાર્મિક ભાવનાઓને ધ્યાનમાં રાખી નિર્ણય કર્યો છે.

  આ સમુદાય કર્ણાટકના કુર્ગ વિસ્તારથી સંબંધ રાખે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની અધિસૂચના અનુસાર જે લોકોને આ છુટ આપવામાં આવી છે તેમાં કુર્ગ સમુદાયનો પ્રત્યેક વ્યક્તિ શામેલ છે. કોડવા અથવા કુર્ગ દેશમાં એકમાત્ર એવો સમુદાય છે જેને વગર લાઈસેન્સ આગ્નેયાસ્ત્ર રાખવાની અનુમતિ છે. આ છુટ 2029 સુધી 10 વર્ષ માટે વિસ્તારિત કરવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યૂ કે કોડવાઓને આ છૂટ બ્રિટિશ કાળથી મળતી રહે છે અને કેન્દ્ર સરકારે શસ્ત્ર કાનૂન અંતર્ગત નિયમોમાં છૂટ આપી છે.

ગૃહ મંત્રાલયના એક અધિકારીએ કહ્યૂ કે કોડવા લોકોને એક સદીથી વધુ સમયની આ છૂટ મળે છે. કારણ કે તેમના આગ્નેયાસ્ત્રોનો દુરૂપયોગ ક્યારેક ગુનાઓ, રાષ્ટ્ર વિરોધી અથવા રાજ્ય વિરોધી ગતિવિધિઓમાં નથી થયો. ઉલ્લેખનીય છે કે ફિલ્ડ માર્શલ કે એમ કરિઅપ્પા અને જનરલ કે એસ થિમૈયા કુર્ગ સમુદાયથી જ હતા જેમણે ભારતીય સેનાનું નેતૃત્વ કર્યું હતુ.

(9:30 pm IST)