મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

મહારાષ્ટ્રમાં નવી સરકાર રચવા પર ગૂંચવણ યથાવત: ઉદ્ધવ ઠાકરેએ કહ્યું મુખ્યમંત્રી પદ પર અમારો હક અને જિદ્દ પણ છે

અમે સત્તાના ભૂખ્યા નથી, પરંતુ બીજેપી સાથે જે વાત થઇ તેનુ પાલન થવું જોઇએ.

મુંબઈ : મહારાષ્ટ્રમાં નવી સરકાર રચવા પર ખેંચતાણ યથાવત છે હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી ભાજપ શિવસેનાના ગઠબંધનને બહુમતી મળવા છતા મહારાષ્ટ્રમાં નવી સરકાર શપથ લઇ શકી નથી

  બીજેપી અને શિવસેનામાં 50-50 ફોર્મૂલાને લઇને ખેંચતાણ ચાલી રહ્યું છે. અને સરકાર ગઠનમાં ગુચ પેદા થઇ છે. બીજેપી અને શિવસેના ચૂંટણી તો સાથે-સાથે લડ્યા પરંતુ હવે શિવસેનાએ પોતાનુ વલણ વધુ કડક બનાવ્યું છે. જેનુ કારણ એ છે કે શિવસેના અઢી-અઢી વર્ષના ફોર્મૂલા પર અડી છે. ઉદ્ધવ ઠાકરે પોતાના પુત્ર આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રીની ખુરશી પર જોવા માંગે છે.

 શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું મોટુ નિવેદન આવ્યું છે. શિવસેનાની મીટિંગમાં ઉદ્ધવ ઠાકરે કહ્યું કે અમારી સંખ્યા સારી છે અને મુખ્યમંત્રી પદ પર અમારો હક છે અને અમારી જિદ્દ પણ. એમણે કહ્યું કે મુખ્યમંત્રીનું પદ હંમેશા એક માટે કાયમ નથી રહેતું. બાલાસાહેબ ઠાકરે જેને જે વચન આપ્યું તેણે તેનુ પાલન કર્યું. અમે સત્તાના ભૂખ્યા નથી, પરંતુ બીજેપી સાથે જે વાત થઇ તેનુ પાલન થવું જોઇએ.

(9:23 pm IST)