મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

સોનાની એમનેસ્ટીને લઇને કોઇ યોજના નથી : નાણા મંત્રાલયનો ખુલાસો

વાયરલ અટકળ અંગે નાણામંત્રાલયે કહ્યું આવકવેરા વિભાગ આવી કોઈ યોજના પર કામ કરતું નથી જોકે બજેટ પ્રકિયા ચાલુ છે

નવી દિલ્હી : સોનાની એમ્નેસ્ટીને લઈને આવકવેરા કોઈ યોજના પર કામ કરતુ નથી કેન્દ્ર સરકારે સોનાની એમનેસ્ટી સ્કીમ સાથે જોડાયેલા સમાચારોનું ખંડન કર્યું હતું. ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, નાણા મંત્રાલયના સૂત્રોએ  કહ્યું કે, આવકવેરા વિભાગ સોનાની એમનેસ્ટીને લઇને કોઇ યોજના પર કામ કરી રહ્યુ નથી. જો કે, બજેટ પ્રક્રિયા ચાલુ છે. ખાસ કરીને આ પ્રકારની અટકળો વાયરલ થતી રહે છે

   આ પહેલા સરકારી સૂત્રોનો હવાલો આપતા કહેવામાં આવ્યું હતું કે, કાળાનાણાથી સોનાની ખરીદી કરનાર લોકો સામે સરકારે લાલઆંખ કરી છે અને એક એમનેસ્ટી સ્કીમ હેઠળ લાવવાનું વિચારી રહી છે. આ યોજના અંતર્ગત ગોલ્ડની કિંમત નક્કી કરવા માટે વેલ્યૂએશન સેન્ટરથી સર્ટિફિકેટ લેવું પડશે. બિલ વગર જેટલા ગોલ્ડનો ખુલાસો કરશો તેની પર એક નક્કી કરેલો ટેક્સ આપવો પડશે. આ સ્કીમ એક ખાસ સમય મર્યાદા માટે ખોલવામાં આવશે. સ્કીમ ખતમ થયા બાદ નક્કી કરેલા પ્રમાણથી વધારે ગોલ્ડ મળી આવશે તો ભારે દંડ ચૂકવવો પડશે.

    સોવરન બોન્ડ સ્કીમ હેઠળ વ્યક્તિગત અને HUF ને ડોમેટ ફોર્મમાં 4 કિલો અને ટ્રસ્ટને 20 કિલો સોનું રાખવાની મંજૂરી આપવાની વાત કરી છે. સરકારના આ પગલાને નોટબંધી બાદ કાળાધન વિરૂદ્ધનો મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે.

એક અનુમાન મુજબ, ભારતીયોની પાસે સોનાનો સ્ટોક આશરે 20 હજાર ટન છે. જો કે, ખોટી રીતે આયાત કરવામાં આવેલ મળી આવેલ સોનુ 25 થી 30 હજાર ટન છે. વર્તમાન દર મુજબ તેની કિંમત 1 થી 1.5 ટ્રિલિયન ડોલર થવા જાય છે.

(8:48 pm IST)