મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

છઠ ઘાટ મામલે ભાજપા અને આપ આમને સામને

બુધવારે પણ બોલાચાલી થતાં પોલીસ બોલાવી પડી : ગુરુવાર સવારે ફરી બંને પાર્ટીઓના સમર્થકોમાં ઝપાઝપી ભાજપ-આપ તરફથી જોરદાર સુત્રોચ્ચાર કરવમાં આવ્યા

નવીદિલ્હી, તા. ૩૧ : છઠ પૂજા ઘાટને લઇને ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી આમને સામને આવી ગયા છે. કાલકાજીના આંબેડકર પાર્કમાં છઠ ઘાટ બનાવવાને લઇને સાંસદ અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી ચાલી રહી છે. બુધવારે પોલીસે મામલાને શાંત પાડ્યો હતો પરંતુ આજે ફરી એકવાર આપ નેતા ધરણા પર બેસી ગયા છે. આપ સાંસદ સંજયસિંહ મોટી સંખ્યામાં સમર્થકો સાથે સ્થળ પર પહોંચી ગયા અને ભાજપ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. કાલકાજી ડીડીએ ફ્લેટની આસપાસ રહેતા પૂર્વાંચલના લોકો ગ્રેટર કૈલાશના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ સાથે પાર્કમાં છઠ ઘાટ બનાવવા માટે પહોંચી ગયા. અંગે માહિતી મળતા સાંસદ સુભાષ ભડાનાને મળતા તેઓ સ્થળ પર પહોંચી ગયા. આરોપ છે કે, ભડાનાને પાર્કમાં ઘાટ બનાવવાનું કામ અટકાવી દીધું છે જેથી મામલાએ જોર પકડ્યું અને પોલીસને બોલાવવા ફરજ પડી હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજનું કહેવું છે કે, દિલ્લી સરકાર દર વર્ષે જે ૧૧૦૦ ઘાટ બનાવે છે તેમાં પાર્કનો ઘાટ પણ સામેલ છે. છેલ્લા ત્રણ વર્ષથી અહીં છઠ પૂજા થઇ રહી છે.

                    સવારે સિંચાઈ વિભાગના ઓફિસરોએ કેટલાક મજુરોને મોકલ્યા હતા પરંતુ સ્થાનિક સાંસદ સુભાષ ભડાનાએ મજુરોને પાર્કમાં ખોદકામ કરવા અંગે સ્પષ્ટ ના કહી દીધું હતું. સાંજે સૌરભ ભારદ્વાજ પોતે ઘાટ બનાવવા માટે પહોંચી ગયા હતા. સાંસદને જાણ થતાં તેઓ પણ સમર્થક સાથે ઘાટ પહોંચી ગયા હતા. આક્ષેપ છે કે, તેમણે ધારાસભ્યના હાથમાંથી પાવડો છુટવી લીધો સ્થાનિક સાંસદ સુભાષ ભડાનાનું કહેવું છે કે, ભારે જહેમત બાદ તેમણે આંબેડકર પાર્કને ડેવલપ કરાયું છે. અહીં લગ્ન અને અન્ય કોઈ કાર્યક્રમના લીધે પાર્કમાં હરિયાળીને નુકસાન થશે જેથી તમામ કાર્યક્રમ પણ કરાવવામાં આવતા નથી. આના કારણે તેમણે પાર્કમાં છઠ ઘાટ માટે ખોદકામનો વિરોધ કર્યો છે.

(8:03 pm IST)