મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

ઈઝરાયલની કંપની એનએસઓએ ફેસબુકના માલિકીવાળી મેસેજિંગ પ્લેટફોર્મ સર્વિસના માધ્યમથી પત્રકારો અને સામાજિક કાર્યકર્તાઓની જાસૂસી કરીઃ સોશ્યલ મીડિયા એપ વોટ્સએપનો દાવો

નવી દિલ્હી : દિગ્ગજ સોશિયલ મીડિયા એપ વોટ્સએપએ ઈઝરાયલની જાસૂસી કંપની એનએસઓ ગ્રુપ (NSO) ગંભીર આરોપ લગાવ્યો છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપે કહ્યું છે કે આ કંપની ભારતીય પત્રકારો અને સામાજિક કાર્યકર્તાઓની જાસૂસી કરી રહી હતી. વોટ્સએપે હેકિંગની પુષ્ટિ કરતાં ઈઝરાયલની જાસૂસી કંપની પર કેસ પણ ઠોકી દીધો છે. આવો જાણીએ કેવી રીતે થયો ખુલાસો...

વોટ્સએપના અધિકારીએ નિવેદન આપ્યું

વોટ્સએપના એક અધિકારીએ કહ્યુ છે કે એનએસઓ કંપની ભારતીય પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓની જાસૂસી Peagasus સિસ્ટમ દ્વારા કરી રહી હતી. સાથોસાથ, વોટ્સએપે એક ડઝનથી વધુ વકીલ, પ્રોફેસર, દલિત કાર્યકર્તા અને પત્રકારોને આ વિશે સતર્ક કર્યા છે. બીજી તરફ, યૂઝર્સના ડિવાઇસને મે મહિનામાં સર્વેલન્સ પર લેવાામાં આવ્યા હતા.

એનએસઓ પર લગાવ્યો ગંભીર આરોપ

વોટ્સએપે કહ્યું છે કે ઈઝરાયલની કંપની એનએસઓએ ફેસબુકના માલિકીવાળી મેસેજિંગ પ્લેટફોર્મ સર્વિસના માધ્યમથી પત્રકારો અને સામાજિક કાર્યકર્તાઓની જાસૂસી કરી છે. સાથોસાથ ઇન્સ્ટેન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે ઈઝરાયલની કંપનીની વિરુદ્ધ કેસ પણ દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે એનએસઓ પર લગભગ 1,400 યૂઝર્સનો ખાનગી ડેટા ચોરવાનો આરોપ છે.

એનએસઓએ આરોપોને ફગાવી દીધા

એનએસઓએ વોટ્સએપ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ફગાવી દીધા છે. વોટ્સએપના મુખ્ય અધિકારી કૈથકાર્ટે કહ્યુ છે કે આમ તો એનએસઓ કંપની સરકાર માટે કામ કરે છે, પરંતુ અમને અમારા રિસર્ચમાં જાણવા મળ્યું કે 100થી વધુ યૂઝર્સ કંપનીના નિશાના પર હતા.

પેગાસસ સૉફ્ટવેર આવી રીતે કામ કરે છે

એનએસઓએ આ સૉફ્ટવેરને ખાસ ટેકનીકનથી તૈયાર કર્યું છે. કંપની આ સિસ્ટમ દ્વારા કોઈ પણ એન્ડ્રોઇડ, આઈઓએસ અને બ્લેકમેરીના ઓપરેટિંગ સિસ્ટમને સરળતાથી હૅક કરી શકે છે.

આવી રીતે આ સિસ્ટમ કામ કરે છે

ઑપરેટર યૂઝરના ડિવાઇસને હૅક કરવા માટે એક વિશેષ લિંક પર ટૅપ કરવા મજબૂર કરે છે. એવું કરવાથી ઑપરેટરને સુરક્ષા કવચ તોડવાની મોકળી તક મળે છે. ત્યારબાદ Pegasus સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવે છે.

હવે ઑપરેટર સરળતાથી યૂઝરનો ખાનગી ડેટા કાઢી શકે છે. એટલું જ નહીં ઑપરેટર ફોન હૅક કર્યા બાદ કેમેરાથી ટારગેટેડ યૂઝરની ફોટો ક્લિક કરી શકશે. આ ઉપરાંત, એક કૉલના માધ્યમથી ફોનને હૅક કરી શકાય છે. નોંધનીય છે કે, એનએસઓએ અમેરિકા અને કેલિફોર્નિયાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

(5:21 pm IST)