મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

સરદાર પટેલ જવાહરલાલ નહેરૂની નજીકના સાથી અને આરએસએસની સખત વિરૂદ્ધ હતાઃ પ્રિયંકા ગાંધીએ કર્યું ટ્વિટ

નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સરદાર પટેલની જયંતિ પર ભાજપની રન ફોર યુનિટીને લઇને એક ટ્વિટ કર્યું છે અને કહ્યું કે, સરદાર પટેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિરૂદ્ધ હતા. પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરતા તેમણે કહ્યું કે, તેમણે કહ્યું હતું કે, તેઓ જવાહરલાલ નહેરૂની નજીકના સાથી હતા અને આરએસએસની સખત વિરૂદ્ધ હતા.

સરદાર પટેલની જયંતીના સમય પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વ્ટિ કર્યું છે. તેમણે કહ્યું કે, સરદાર પટેલ કોંગ્રેસના નિષ્ઠાવાન નેતા હતા. જે કોંગ્રેસની વિચારધારા પ્રતિ સમર્પિત હતા. તેઓ જવાહરલાલ નહેરૂના નજીકના સાથી હતા અને આરએસએસની સખત વિરૂદ્ધ હતા. આજે ભાજપ દ્વારા તેમને અપનાવાનો પ્રયત્ન કરતા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જોઇ ઘણી ખૂશી થાય છે.

તેમણે વધુમાં ટ્વિટ કર્યું, કેમ કે ભાજપના આ એક્શનથી બે વાત સ્પષ્ટ થયા છે-

1. તેમને પોતાનો કોઇ સ્વતંત્રતા સેનાની મહાપુરૂષ નથી. લગભગ તમામ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા.

2. સરદાર પટેલ જેવા મહાપુરૂષની સામે એક ને એક દિવસ તેમને શત્રુઓએ પણ નમવું પડે છે.

ઉલ્લેખનીય છે કે, સરદાર પટેલની 144મી જયંતી પર આજે પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી તેઓને નતમસ્તક થઈને શ્રદ્ધાંજલિ આપી હતી. કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલને પુષ્પાંજલિ કરી હતી. એક વર્ષ પહેલા આજના દિવસે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને ખુલ્લી મૂકવામાં આવી હતી. ત્યારે કેવડિયામાં પોતાના સંબોધનમાં પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાને નિર્ણયને સરદાર પટેલને સમર્પિત કર્યો હતો. તેમજ સરદાર પટેલનું ભારતને એક કરવાનું સપનુ આજે પૂરુ થયું તેવુ જણાવ્યું હતું.

(5:13 pm IST)