મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

પાકિસ્તાને વિયના સંધિનો નિયમ તોડ્યોઃ ICJના પ્રેસિડન્ટ જજ અબ્દુલકાવી યૂસુફનું સંયુક્ત રાષ્ટ્રમાં નિવેદન

સંયુક્ત રાષ્ટ્ર : કુલભૂષણ જાધવ મામલામાં પાકિસ્તાનને મોટી ફટકાર પડી છે. ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસના પ્રેસિડન્ટ જજે કહ્યુ છે કે પાકિસ્તાને વિયના સંધિનો નિયમ તોડ્યો છે. તેઓએ કહ્યુ કે આ ધરપકડની માહિતી ભારતીય દૂતાવાસને પણ નહોતી આપવામાં આવી.
ICJ
ના પ્રેસિડન્ટ જજ અબ્દુલકાવી યૂસુફે સંયુક્ત રાષ્ટ્રમાં નિવેદન આપતાં કહ્યુ કે, પાકિસ્તાને વિયના સંધિના આર્ટિકલ 36નું ઉલ્લંઘન કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, ભારત હંમેશાથી કુલભૂષણ જાધવને કૉન્સ્યુલર એક્સેસ આપવાની માંગ કરતું રહ્યું છે.

 ભારતે પણ આ જ આરોપ લગાવ્યો હતો

ભારત સતત આ પણ કહેતું રહ્યું છે કે પાકિસ્તાન વિયના સંધિનું ઉલ્લંઘન કરી રહ્યું છે. આ પહેલા જ્યારે આ મામલાની સુનાવણી દરમિયાન પાકિસ્તાન તરફથી જાધવને આપવામાં આવેલી ફાંસીની સજાની સમક્ષા કરવાની વાત કહી હતી.

બુધવારે 193 સભ્યોની મહાસભાને આઈસીજેનો રિપોર્ટ રજૂ કરતાં અબ્દુલકાવી યુસૂફે જાધવના મામલામાં કોર્ટના ચુકાદાને અનેક મુદ્દાઓ પર વિસ્તારથી જણાવ્યો. આ પહેલા અબ્દુલકાવી યુસૂફે મંગળવારે કહ્યુ કે, તેઓ ખુશ છે કે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના મામલામાં આવેલા ચુકાદાથી ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ ઓછો થશે.

અબ્દુલકાવી યુસૂફે શું કહ્યુ હતું?

પાકિસ્તાનની સૈન્ય કોર્ટે જાસૂસી અને આતંકવાદના આરોપમાં ભારતના સેવાનિવૃત્ત નૌસેના અધિકારીને 2017માં મોતની સજા ફટકારી હતી. યુસૂફની અધ્યક્ષતાવાળી બેન્ચે જાધવની દોષસિદ્ધિ અને સજાને પ્રભાવી સમીક્ષા અને પુનર્વિચાર કરવાનો આદેશ આપ્યો હતો.

તેઓએ કહ્યુ કે, અમારી પાસે એશિયન દેશોના અનેક મામલા છે. દાખલા રૂપે કોર્ટે જુલાઈમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે એક વિવાદને લઈ એક નિર્ણય સંભળાવ્યો છે કે એક ખૂબ જ નાજુક અને સંવેદનશીલ મુદ્દો હતો. તે એક વ્યક્તિના જીવન સાથે જોડાયેલો મામલો હતો જેને પાકિસ્તાનમાં મૃત્યુદંડની સજા ફટકારી હતી અને તેને લઈને બંને દેશોમાં ઘણો તણાવ ઊભો થયો હતો. અને અમને એ વાતને લઈ ખુશી છે કે કોર્ટના ચુકાદાએ તણાવને ઘટાડવામાં યોગદાન આપ્યું છે.

(5:19 pm IST)