મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

સાંસ્કૃતિક વિવિધતાની વિરાસતનું જતન કરતું 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'

અનેકતામેં એકતા હમારી શાન, હમારા ભારત મહાન

રાજકોટઃભારતની માટી અને હવા શ્રેષ્ઠ છે કારણ કે, તેને વહેંચવાથી પણ વહેંચાતી નથી. હિન્દુસ્તાનની માટીમાં પ્રેમ અને હવામાં પોતીકાપણું છે. ભાષા, ખાણીપીણી, પહેરવેશ અને સંસ્કૃતિ એક ન હોવા છતાં પણ આ દેશ એક છે કારણ કે, અહીંના લોકોના દિલ માત્ર હિન્દુસ્તાની છે. જુદા-જુદા ધર્મો, જાતિ અને વર્ગોવાળા ભારતને એકજૂટ રાખવાના ઉદ્દેશ્યથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસના રૂપમાં ઉજવાતી સરદાર વલ્લભભાઇ પટેલની જયંતી પર ૩૧ ઓકટોબર ૨૦૧૫ના રોજ એક ભારત શ્રેષ્ઠ ભારત યોજનાની જાહેરાત કરી હતી. તેનો ઉદ્દેશ્ય રાષ્ટ્રના તમામ રાજયોને એકબીજાની સંસ્કૃતિથી પરિચિત કરાવવાનો અને પારસ્પરિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો હતો.

સકારાત્મક વિચારધારા

સરદાર વલ્લભભાઇ પટેલે કહ્યું હતું,'રાષ્ટ્રની પ્રગતિનું માપ તેની નૈતિક પ્રગતિમાંથી નીકળે છે'નૈતિક પ્રગતિ માટે જરૂરી છે કે અભ્યાસ દરમિયાન જ બાળકોમાં એવા બીજ રોપવામાં આવે કે તે તેમનામાં બીજા રાજયોના વિષયમાં સકારાત્મક અભિગમ વિકસિત થાય, ત્યાંની સંસ્કૃતિને સમજે અને તેનું સન્માન કરે. તે સાથે જ ભારતની સાંસ્કૃતિક વિરાસતની મહત્વતાને પણ સમજી શકે. આ જ ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય તરફથી 'એક ભારત શ્રેષ્ઠ ભારત' યોજના અંતર્ગત આશરે ૨૨૭ વિશ્વવિદ્યાલયો અને ૪૫૦ શાળાઓમાં લગભગ એક હજારથી વધુ સાંસ્કૃતિક, કળા અને રમતગમત સાથે જોડાયેલા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આશરે બે લાખ બાળકો અને વાલીઓ જુદી-જુદી સંસ્કૃતિ સાથે પરિચિત થયા. તે સિવાય કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયની ભાષા સંગમ પરિયોજના અંતર્ગત ધોરણ ૧ થી લઈને ૧૨ સુધીના વિદ્યાર્થીઓને હિન્દી અને અંગ્રેજી સિવાય આસામી, બંગાળી, બોડો, તમિલ, તેલુગુ, ઉર્દુ, ગુજરાતી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મૈથિલી, મલયાલી, મણિપુરી, મરાઠી, નેપાળી, ઓડિયા, પંજાબી, સંસ્કૃત, સંથાલી, સિંધી અને ડોગરી જેવી ભાષાઓની બોલીઓના વાકયો શીખવવામાં આવી રહ્યા છે.

યુવાનો પોતે જ પોતાનું મંતવ્ય આપે

દેશને એકતાના સૂત્રમાં પરોવનારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ હંમેશા માનતા હતા કે પ્રેમ જ સાચો રસ્તો છે અને પ્રેમ કરવા માટે જરૂરી હોય છે અન્યોને સાચી રીતે જાણવા અને સમજવા. એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના અંતર્ગત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે યુવાનો વધુમાં વધુ અન્ય રાજયોને જુએ અને તેમને પોતાની જાતે જ સમજવાનો પ્રયાસ કરે. તેની માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા જેમ કે પ્રવાસન મંત્રાલય તરફથી ભારત પર્વ અને પ્રવાસન પર્વ જેવા કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા, જયાં જુદા જુદા રાજયોની સંસ્કૃતિની સાથે જ ત્યાના કૌશલ્યને જાણવા સમજવાનો અવસર પણ મળ્યો. ત્યાં જ બીજી બાજુ યુવા બાબતોના વિભાગ તરફથી આયોજિત આંતર રાજય યુવા આદાનપ્રદાન કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં યુવાનોને પોતાના ભાગીદાર રાજયમાં જઈને તેને નજીકથી જોવા અને નવા મિત્રો  બનાવવાનો અવસર આપવામાં આવ્યો. તે અગાઉ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી પોતે વિનંતી કરી ચૂકયા છે કે આગામી ત્રણ વર્ષોમાં પ્રત્યેક ભારતીયોએ ૧૫ સ્થાનિક પર્યટન સ્થળોની યાત્રા કરવી જોઈએ.દરેક રાજ્ય એકબીજા રાજ્ય સાથે જોડાઇને સંસ્કૃતિ સમજી રહ્યા છે

તહેવાર ઉજવણી

આજે દરેક રાજયમાં અન્ય રાજયના લોકો અભ્યાસ, રોજગાર કે કોઈ અન્ય કારણથી રહી રહ્યા છે. આ જ કારણ છે કે અન્ય રાજયના તહેવારો અને પરંપરાઓને લોકો સાથે મળીને ઉજવવાનું પસંદ કરી રહ્યા છે. બંગાળની દુર્ગા પૂજા હોય કે બેહારની છઠ પૂજા, બંનેની ધૂમ હવે દિલ્હીમાં જોવા મળે છે તો મહારાષ્ટ્રનો ગણેશ ઉત્સવ ઉત્ત્।ર પ્રદેશ અને મધ્ય પ્રદેશના શહેરો સુધી પહોંચી ગયો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક ભારત શ્રેષ્ઠ ભારતના માધ્યમથી આ પહેલને વધુ અસરકારક બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તે અંતર્ગત વીતેલા વર્ષોમાં જુદા જુદા મંત્રાલયો તરફથી બધા જ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેની પ્રભાવક અસર પણ જોવા મળી રહી છે. સંસ્કૃતિ મંત્રાલય તરફથી ગુજરાત, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને દિલ્હી સહીત ૧૦ જગ્યાઓ ઉપર રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવ આયોજિત કરવામાં આવ્યા. તેમાં શાસ્ત્રીય, લોક સંગીત, નૃત્ય, રંગમંચની પ્રસ્તુતિઓની સાથે જ ક્ષેત્રીય મહેકના માધ્યમથી જુદા જુદા રાજયોને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ત્યાં જ બીજી બાજુ કુંભના મેળામાં સંસ્કૃતિ મહોત્સવ તરફથી લગાવવામાં આવેલા સંસ્કૃતિ કુંભ (પ્રયાગરાજ)માં આશરે એક મહિના સુધી યુવાનોએ પોતાના કૌશલ્ય વડે રાજયોની સુંદર ઝલક રજૂ કરી. તે સિવાય કબીર ફેસ્ટીવલ (મગહર), નર્મદા નાટ્ય મહોત્સવ (જબલપુર), સ્વચ્છતા કી જયોતિ (વારાણસી), અતુલ્ય ભારત (પટના), લોકોત્સવ (મોતીહારી) વગેરેના માધ્યમથી પણ સંસ્કૃતિ, હસ્તકલા અને કળાના માધ્યમથી વિવિધતામાં એકતાના રંગો જોવા મળ્યા.

એક ભારત શ્રેષ્ઠ ભારતનો ઉત્સાહ

એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ પ્રત્યે રાજયોમાં દ્યણો ઉત્સાહ જોવા મળ્યો. હરિયાણા અને તેલંગાણાએ પોતાના સાથને 'હરિયાંગના' નામ આપીને એકબીજાના સાહિત્યિક, સાંસ્કૃતિક વારસાની એકબીજા સાથે વહેંચણી કરી. તેલંગાણાના કલાકારોએ ઘૂમર નૃત્ય શીખીને તેની રજૂઆત કરી તો જોનારાઓએ સંસ્કૃતિના મિલનને તાળીઓ વડે વધાવી લીધું. ત્યાં જ બીજી બાજુ તમિલનાડુ પ્રવાસન વિભાગ કોર્પોરેશને જમ્મુ અને કાશ્મીરના પ્રવાસીઓ માટે પ્રવાસ પેકેજમાં ૧૫ ટકા અને તમિલનાડુ પ્રવાસન વિકાસ કોર્પોરેશનની હોટેલોમાં ૨૦ ટકાની છૂટની સુવિધા આપવામાં આવી છે.

ભાષાના માધ્યમથી દિલમાં ઉતર્યા

કહેવાય છે કે ગૂંચવાયેલા મુદ્દાઓ મોટાભાગે મીઠી ભાષા વડે ઉકલી જાય છે કારણ કે ભાષા શબ્દો વિના પણ ભાવને સમજી જાય છે. ભારતની વિશેષતા એ છે કે અહીં જેટલી ભાષાઓ બોલવામાં આવે છે, તેના કરતા વધુ સ્વાદ, વાણીનો સ્વાદ વધારે છે. એક ભારતને શ્રેષ્ઠ ભારત કદાચ તેના વિવિધ સ્વાદ જ બનાવે છે. આ જ કારણ છે કે દિલ્હીમાં દક્ષિણ ભારતીય અને કેરળમાં ઉત્ત્।ર ભારતીય વાનગીઓના પ્રેમીઓ અનેક મળી રહે છે. આ યોજના અંતર્ગત રાજયોના ફૂડ ફેસ્ટિવલ આયોજિત કરીને વાનગીઓના સ્વાદ વડે દિલોને જોડવાનો પ્રયાસ પણ ખૂબ રંગ લાવી રહ્યો છે.

- ઓમ અવસ્થી,મીડિયા એન્ડ કમ્યુનિકેશન ઓફિસર,પીઆઈબી, દિલ્હી, હેડ કવાર્ટર

(3:42 pm IST)