મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

કાશ્મીર મુદ્દે ભારતની સાથે-સાથે તેના સમર્થક દેશો પર મિસાઇલ હુમલા કરીશું

પાકિસ્તાન સરકારના મંત્રી અલી અમીનની ધમકી

ઇસ્લામાબાદ તા ૩૧  : જમ્મુ-કાશ્મીર મુદ્દે વિશ્વના દેશો સમક્ષ ભારતની છબી ખરડવામાં નિષ્ફળ પાકિસ્તાને હવે ભારતના સમર્થક દેશોને મિસાઇલ હુમલાની ચેતવણી આપી છે. કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સરકારના મંત્રીઓના અને સેના વડાઓના અવનવા નિવેદનો પછી કાશ્મીર-ગિલગિટ બાલ્ટિસ્તાન મામલાના મંત્રી અલી અમીને નિવેદન આપતા દેશો પર મિસાઇલ આક્રમણની ધમકી આપી છે.

અલી અમીને જમ્મુ-કાશ્મીર મુદ્દા પર પોતાના એકતરફી વલણ સાથે જણાવ્યુૅ કે જો આ મુદ્દે ભારત સાથે સંઘર્ષ વધશે તો પાિ:કસ્તાન યુદ્ધ કરવા માટે તૈયાર છે. એવામાં જે દેશ કાશ્મીર મુદ્દે ભારતનો સાથ આપી રહ્યા છે તેઓ પણ અમારા દુશ્મન છે. અમે ભારતની સાથે-સાથે એ દેશો પર પણ મિસાઇલ હુમલા કરીશું.

આ પહેલાં પાકિસ્તાનના વડા પ્રધાને પણ નિવેદન આપ્યું હતું કે કાશ્મીરમાં વર્તમાન સ્થિતિને જોતાં ભારત સાથે વાતચીત કરવાનો કોઇ પ્રશ્ન જ નથી. ઇમરાને આ નિવેદન અમેરિકન કોન્ગ્રેસના પ્રતિનીધીમંડળ સામે આપ્યું હતું.

(3:14 pm IST)