મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

ટૂંક સમયમાં જ વ્હોટ્સએપ એકાઉન્ટનો એકથી વધુ ફોન ઉપર ઉપયોગ કરી શકાશે

નવા ફિચરથી યૂઝર્સ એકજ સમયમાં અલગ અલગ ફોન પર વ્હોટ્સએપનો ઉપયોગ કરી શકશે

નવી દિલ્હીઃ મેસેજિંગ એપ વોટ્સએપ સમયાંતરે પોતાના યૂઝર્સ માટે નવા નવા ફિચર્સ લાવતુ રહે છે. એક રિપોર્ટ પ્રમાણે ફેસબુકની સબ-બ્રાન્ડ વોટ્સએપ એક એવા ફિચર પર કામ કરી રહ્યું છે, જેના માધ્યમથી યૂઝર્સ એકથી વધુ ફોન પર એકજ વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે.

તાજેતરના રિપોર્ટ અનુસાર, જેમ કે પહેલા જાહેરાત કરવામાં આવી હતી, વોટ્સએપ એક એવી ફેસિલિટી ડેવલપ કરી રહ્યું છે, જે લોકોને એક જ સમયે જુદાજુદી ડિવાઇસ પર તેનું વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરવાની અનુમતિ આપે. રિપોર્ટમાં કહેવાયુ છે કે આ માટે વોટ્સએપ એક નવી રીત ડેવલપ કરી રહ્યું છે.

નવા ફિચરથી યૂઝર્સ એકજ સમયમાં અલગ અલગ ફોન પર વોટસએપનો ઉપયોગ કરી શકશે.હાલમાં વોટ્સએપ યૂઝર્સ રજિસ્ટડર્ડ ડિવાઇસ પર માત્ર એક જ એકાઉન્ટનો ઉપયોગ કરી શકે છે. જો કોઇ અન્ય ડિવાઇસ પર લોગ ઇન કરવાની કોશિશ કરવામાં આવે છે તો જુના ડિવાઇસ પરથી એકાઉન્ટ લોગઆઉટ કરવુ પડતુ હોય છે.આ ઉપરાંત વોટ્સએપ આઇઓએસ યૂઝર્સ માટે એક નવા બીટા અપડેટનો ટેસ્ટ કરી રહ્યું છે, જે હાઇડ મ્યૂટ સ્ટેટસ અપડેટ, સ્પ્લેશ સ્ક્રિન અને એપ બેઝ સુધારા જેવી ફેસિલિટી પ્રોવાઇડ કરશે.

(1:22 pm IST)