મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

આર્થિક પરિસ્થિતિ પર કોંગ્રેસ કરશે દેશભરમાં વિરોધ-પ્રદર્શન

નવી દિલ્હી તા. ૩૧: દેશની આર્થિક પરિસ્થિતિને ધ્યાને રાખી કોંગ્રેસ પાર્ટી ૧ થી ૮ નવેમ્બર દરમ્યાન ૩પ પ્રેસ કોન્ફરન્સ કરશે. આ સાથે જ પાર્ટી આ મુદા પર પાંચથી ૧પ નવેમ્બર સુધી વિરોધ પ્રદર્શન કરશે.

જણાવી દઇએ કે, કોંગ્રેસે વીતેલા થોડાક દિવસોમાં નરેન્દ્ર મોદી સરકાર પર અર્થવ્યવસ્થા પર આવેલા સંકટને દૂર કરવાને બદલે રાજનીતિક વિરોધીઓ વિરૂદ્ધ સરકારી એજન્સીઓનો દુરૂપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ પ્રવકતા આનંદ શર્માએ કહ્યું હતું કે શું હવે દેશમાં બીજેપી માટે અલગ નિઝામ અને વિપક્ષ માટે બીજો નિઝામ હશે?

તેમણે પત્રકારને જણાવ્યું હતું કે ભારતમાં અર્થવ્યવસ્થાની સ્થિતિ ઘણી ખરાબ છે અને તે રાષ્ટ્રીય ચિંતાનો વિષય છે. રોકાણ અટકી ગયું છે. લોકોની નોકરીઓ જઇ રહીસ છે અને મૂડી નથી. શર્માએ દાવો કર્યો હતો કે જો સરદાર પાસે અર્થવ્યવસ્થાને ઠીક કરવા માટે કોઇ વિચાર અને નીતિ નથી તો આગામી દિવસોમાં દેશમાં વધારે તકલીફભર્યા દિવસો આવશે.

શર્માએ વધુમાં કહ્યું હતું કે સરકારે આ નાણાકીય વર્ષમાં લગભગ ર૪ લાખ કરોડ રૂપિયાની રેવન્યુનો લક્ષ્યાંક રાખ્યો હતો. પહેલા પાંચ મહિનામાં સરકાર પોતાના લક્ષ્યથી ઘણી દૂર જતી જોવા મળી છે.

(1:21 pm IST)