મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

ભારત-સાઉદી વચ્ચે આતંકવાદ વિરૂધ્ધ, વ્યુહાત્મક મુદ્દે સહયોગ અભૂતપૂર્વ : મોદી

સાઉદી અરબ ૧૦૦ બિલ્યન ડોલરનું ભારતમાં કરશે રોકાણ : સાઉદીના રોકાણકારો ભારતના સ્ટાર્ટઅપમાં રોકાણ કરે અમારી ઇકો-સિસ્ટમ સોૈથી વધારે રિર્ટન આપશેઃ મોદી

રિયાધ તા ૩૧  :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાઉદી અરબમાં ફયુચર ઇનવેસ્ટમેન્ટ ઇનિશિયએટિવ ફોરમ (એફઆઇઆઇ) ને સંબોધન કર્યુ હતું, તેમણે આઉદીને એવો મિત્ર ગણાવ્યો જે રેતીને સોનામાં બદલી શકવાની ક્ષમતા ધરાવે છે. સાઉદીના રોકાણકારોને ભારતમાં રોકાણ કરવા આવવાનું આમંત્રણ આપતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, અમારા અનેક ર્સ્ટાટઅપ્સ વૈશ્વિક સ્તરે રોકાણ આકર્ષિત કરવા લાગ્યા છે. ફ્રુડ ડિલિવરીથી લઇને પ્રવાસન અને હોસ્પિટાલિટીના ક્ષેત્રમાં પણ સ્ટાર્ટઅપ ઇનોવેશન કરી રહ્યા છે. હું સાઉદીના રોકાણકારોને અમારા સ્ટાર્ટઅપ ઇકો-સિસ્ટમમાં રોકાણ કરવા અનુરોધ કરૃં છુ.  મારો દાવો છે કે ભારતીય સ્ટાર્ટઅપ તમને સોૈથી વધુ વળતર આપશે.

સાઉદી અરબ ૧૦૦ બિલ્યન ડોલરનું ભારતમાં રોકાણ કરશે. વિશ્વનો સોૈથી માટો ખનીજ તેલ નિકાસકાર દેશ ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં ૧૦૦ બિલ્યન ડોલરનું રોકાણ કરવા માગે છે. સાઉદી અરબ ભારતમાં પેટ્રોકેમિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને ખાણકામ સહિતના અનેક ક્ષેત્રે ભારતમાં વિશાળ તકો શોધી રહયું છે.

બન્ને દેશ પરસ્પર સંબધોને મજબુત બનાવવા માટે ભારત-સાઉદી અરેબિયા સ્ટ્રેટેજિક કાઉન્સિલ બનાવવામાં આવશે, જે બન્ને દેશો વચ્ચે રણનીતીક ભાગીદર પર કામ કરશે. સાઉદી અરેબિયા ચોથો દેશ છે જેની સાથે ભારતે આ કરાર કર્યો છે.

મોદીએ વૈશ્વિક વ્યાપારન. પ્રભાવિત કરતા પાંચ ટ્રેન્ડ્સ વિશે પણ જણાવ્યું હતું. આજે ભારતમાં અમે વિકાસને વેગ આપવા ઇચ્છીએ છીએ, ત્યારે આપણે ઉભરી રહેલા ટ્રેન્ડ્સને સમજવું પડશે. સોૈપ્રથમ ટ્રેન્ડ ટેકનોલોજીનો અને ઇનોવેશનનો પ્રભાવ છે. બીજો  ઇન્ફ્રાસ્ટ્રકચરની  મહત્વતા, ત્રીજો હ્યુમન રિસોર્સ અને ફયુચર ઓફ વર્કમાં થઇ રહેલા બદલાવનો છે. ચોથો ટ્રેન્ડ પર્યાવરણ પ્રત્યે સહાનુભુતિ અને પાંચમો બિઝનેસ ફ્રેન્ડલી ગવર્નન્સનો છે.

પીએમ મોદીએ કહયું કે ભારતમાં અમે ટેકનોલોજી અને ઇનોવેશનને પ્રમોટ કરવા માટે ઘણું કામ કર્યુ છે.  વિશ્વમાં વર્તમાન સમયે ઇન્ફ્રાસ્ટ્રકચનરનું મહત્વ વધી રહ્યું છે. દુનિયામાં સોૈથી વધુ ફીઝીકલ ઇન્ફ્રાસ્ટ્રકચર વિકાશશીલ દેશમાં છે. વ્યાપારમાં વૃદ્ધિ માટે ઇન્ફ્રાસ્ટ્રકચર આવશ્યક છે. ભારતે ઇન્ફ્રાસ્કટ્રચર નિર્માણની ગતિ અને વ્યાપ વધાર્યો છે. ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રકચરની  વૃદ્ધિ માટે બે અંકમાં રહેશે અને એની ક્ષમતા પર કોઇ અસર પડવાની સંભાવના નથી, આને લીધે રોકાણકારોને પણ સારૂ વળતર મળી શકશે.

(11:46 pm IST)