મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

ઈન્દિરા ગાંધીના અડગ ઇરાદા અને નિર્ભય નિર્ણય હમેશાં મને માર્ગદર્શન આપતા રહેશે

ઈન્દીરા ગાંધીની 35મી પુણ્યતિથી રાહુલ ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી : દેશના પૂર્વ વડા પ્રધાન અને તેમના નિર્ભય નિર્ણયો માટે જાણીતી ઇન્દિરા ગાંધીની આજે 35 મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે, દેશના તમામ દિગ્ગજ હસ્તીઓ તેમને યાદ કર્યા છે. અને શ્રદ્ધાંજલિ આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ  મોદી, ગૃહ પ્રધાન અમિતભાઈ  શાહ, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, રાહુલ ગાંધી અને ઘણા વરિષ્ઠ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને તેમની દાદી ઇન્દિરાને યાદ કરી છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે આજે મારી દાદી શ્રીમતી ઇન્દિરા ગાંધીનો બલિદાન દિવસ છે. તમારા નિર્ભય નિર્ણયો મને જીવનના દરેક પગલા પર માર્ગદર્શન આપતાં રહેશે. તમને નમસ્કાર.

પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે દેશના પૂર્વ વડા પ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીને તેમની પુણ્યતિથિ પર નમ્ર શ્રદ્ધાંજલિ.

કોંગ્રેસ પાર્ટીએ વિશેષ સ્મૃતિ સમારોહ યોજ્યો છે. સોનિયા ગાંધી, પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે તેમની સમાધિની મુલાકાત લઈને ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી છે

(12:50 pm IST)