મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

પાકિસ્તાનમાં ખુલશે " બુદ્ધ વિશ્વ વિદ્યાલય " : લઘુમતી કોમોના ઐતિહાસિક તથા ધાર્મિક સ્થળોને પર્યટન વિસ્તાર તરીકે વિકસાવાશે

ઇસ્લામાબાદ : તાજેતરમાં પાકિસ્તાન આવેલા થાઈલેન્ડના 9 બૌદ્ધ સાધુઓના પ્રતિનિધિ મંડળ સાથે વાત કરતા પર્યટન મંત્રીએ જણાવ્યા મુજબ તેઓ દેશના ખૈબર પખ્તુનિસ્તાનના પેશાવર કે સ્વાત  વિસ્તારમાં બુદ્ધ યુનિવર્સીટી ખોલવા વિચાર કરે છે.તેમણે જણાવ્યું હતું કે અલ્પસંખ્યક લોકોના ઐતિહાસિક તથા ધાર્મિક સ્થળો ઉપર પર્યટનને વેગ આપવા સરકાર વિચારે છે.

તેમણે ઉમેર્યું હતું કે સરકાર બુદ્ધ સાથે જોડાયેલા ઐતિહાસિક સ્થળો વિષે માહિતી આપતું પુસ્તક પણ  પ્રકાશિત કરવા માંગે છે.એટલું જ નહીં બુદ્ધ સપ્તાહ પણ ઉજવવાની નેમ છે.

(12:01 pm IST)