મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

લદ્દાખના પહેલા ઉપરાજ્યપાલ તરીકે આરકે માથુરે શપથ લીધા

જમ્મુ કાશ્મીરના ચીફ જસ્ટિજ ગીતા મિત્તલે શપથ લેવડાવ્યા

શ્રીનગર : રાધા કૃષ્ણ માથુરે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના પહેલા ઉપરાજ્યપાલ પદના શપથ લીધા છે. જે જમ્મુ કાશ્મીરથી અલગ થઈને કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયા છે. માથુરને જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના ચીફ જસ્ટીસ ગીતા મિત્તલે સમારંભમાં શપથ લેવડાવ્યા છે. ગીતા મિત્તલ હવે શ્રીનગર માટે રવાના થશે જ્યાં તે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલના પદ માટે ગિરીશ ચંદ્ર મુર્મૂને શપથ અપાવશે

 . સૂત્રોનુ કહેવુ છે કે સરકારી કાર્યાલય શ્રીનગરથી જમ્મુ જતા રહ્યા છે પરંતુ શપથગ્રહણ સમારંભ શ્રીનનગરમાં જ આયોજિત કરવામાં આવી રહ્યુ છે જેથી દેશ સાથે કાશ્મીરના એકીકરણને બતાવી શકાય. આ શપથગ્રહણ સમારંભમાં ના તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ના ગૃહમંત્રી અમિત શાહ ભાગ લઈ રહ્યા છે.

73 વર્ષના જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકને ગોવાના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો ખતમ કરાયા બાદથી દેશના રાજ્યોની સંખ્યા ઘટીને 28 થઈ ગઈ છે જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશોની સંખ્યા વધીને 9 થઈ ગઈ છે. જમ્મુ કાશ્મીરમાં પુડુચેરીની જેમ વિધાનસભા થશે જ્યારે લદ્દાખ, ચંદીગઢની જેમ વિધાનસભાવાળુ કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે.

 મુર્મી 1985ની બેંચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે જેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક ઘનિષ્ઠ વિશ્વાસપાત્ર માનવામાં આવે છે. જે સમયે પીએમ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મુર્મૂ તેમના પ્રધાન સચિવ હતા.

 અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરનો ઈતિહાસ અને ભૂગોળ બંને બુધવાર અને ગુરુવારની રાતથી બદલાઈ ગયા છે. હવે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ બે કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયા છે. જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ, 2019 હવે લાગુ થઈ ગયુ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે મોડી રાતથી આની અધિસૂચના જારી કરી. આનો અર્થ એ કે હવે બંને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારતીય દંડસંહિતા (આઈપીસી) અને ક્રિમિનલ પ્રોસીજનર કોડ (સીઆરપીસી)ની ધારાઓ લાગુ થશે.

(11:55 am IST)