મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

નાગાલેન્ડમાં લોકોના જીવ પડીકે બંધાયાઃરેશન ભેગુ કરવા લાગ્યાઃ હાઇએલર્ટ

તમામ પોલીસ અધિકારીઓની રજા રદ્દ :શાંતિ મંત્રણા આખરી તબક્કામાં

નવી દિલ્હી, તા. ૨૭:નાગભૂમિમાં સરકાર અને નેશનલ સોશ્યલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ (NSCN) વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણા આખરી તબક્કામાં છે ત્યારે વાતાવરણમાં ટેન્શન વધી ગયેલું જોઇ શકાતું હતું અને લોકો રેશન ભેગું કરી રહ્યા હોવાની જાણકારી મળી હતી.

ઇશાનનાં રાજયોમાં અને ખાસ તો નાગભૂમિ અને મણીપુરમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. સરકારી અધિકારીઓ એવા તારણ પર પહોંચ્યા હતા કે શાંતિ મંત્રણાના પરિણામથી કેટલાંક જૂથો નારાજ થવાની શકયતા નકારી કઢાતી નથી.

નાગભૂમિના ડાયરેકટર જનરલ ઓફ પોલીસ ટી જોન લોંગકુમારે મિડિયાને કહ્યું હતું કે છેલ્લાં ૬૦ વર્ષથી લટકી રહેલી શાંતિ સમજૂતી પર સહીસિક્કા કરવાની દ્યટના કદાચ સૌથી અદ્યરી અને સૌથી મુશ્કેલ હતી.

ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો કિલક

તેમણે એવી માહિતી પણ આપી હતી કે સશસ્ત્ર પોલીસની સાત બટાલિયન ખડે પગે રાખવામાં આવી છે અને મણીપુરના ઉખરુલ જિલ્લાના સિવિલ સપ્લાય વિભાગને અનાજ અને જીવનજરૂરી ચીજોનો પૂરતો પુરવઠો જમા કરી રાખવાની સૂચના અપાઇ હતી જેથી ન કરે નારાયણ અને કોઇ અનિચ્છનીય બનાવ બને ત જીવન જરૂરી ચીજોનવી તંગી વધુ ટેન્શન ન ફેલાવે.

નાગભૂમિની બહાર નાગ લોકોની સૌથી વધુ વસતિ મણીપુરમાં છે. અહીં તમામ સરકારી અને પોલીસ ખાતાના કર્મચારીઓની દિવાળીની રજા રદ કરીને બધાંને ફરજ પર હાજર રહેવાની તાકીદ કરવામાં આવી હતી. ડીજીપી જોને વધુમાં કહ્યું કે NSCNના પણ બધાં જૂથો શાંતિ સંધિ અંગે સહમત નથી. એટલેજ શાંતિ સમજૂતી પર સહીસિક્કા થયા બાદ કયું જૂથ કેવું વલણ લેશે એ અત્યારથી કહેવું મુશ્કેલ છે.

(11:53 am IST)