મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

યુરોપીયન સાંસદોનું ભારતને પ્રમાણપત્ર

પાકિસ્તાન ત્રાસવાદ ફેલાવે છેઃ લડાઇમાં અને ભારત સાથે

શ્રીનગર,તા.૩૧:જમ્મુ-કાશ્મીર મામલે પાકિસ્તાન દ્વારા ફેલાવાઈ રહેલા જૂઠ્ઠાણા વચ્ચે યૂરોપીયન સંદ્યના સાંસદ સભ્યોએ પોતાની સગી આખેં દ્યાટીની સાચી પરિસ્થિતિને જોઈને બુધવારના રોજ સમગ્ર દુનિયાને જણાવી છે. અહીંની પરિસ્થિતિ જોઈને અને સ્થાનીક લોકો સાથે મુલાકાત કર્યા બાદ વિદેશી સાંસદોએ પ્રેસ કોન્ફરન્સમાં પોતાની સગી આંખે દેખેલી પરિસ્થિતિનું ખુલ્લા મોંએ વર્ણન કર્યું. વિદેશી સાંસદોએ દ્યાટીમાં આતંકવાદીઓને મોકલવા અને તેમને સમર્થન આપવા માટે પાકિસ્તાનની જબરજસ્ત નિંદા કરી.

જમ્મુ-કાશ્મીરના પ્રવાસ પર આવેલા ૨૩ યૂરોપીયન સાંસદોએ આતંકવાદના મામલામાં પણ ભારતે પોતાનું સમર્થન જાહેર કર્યું છે. તેમણે એકસુરમાં કહ્યું કે આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે. એક યૂરોપીયન સાંસદે ભારતને પૂરજોશમાં સમર્થન આપતા કહ્યું કે દ્યાટીમાં પાકિસ્તાનથી આતંકવાદી પ્રવૃત્ત્િ।ઓ માટે ફંડ મોકલવામાં આવે છે. સાંસદોએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સૌથી મોટી સમસ્યા છે અને તેના વિરુદ્ઘની લડાઈમાં અમે ભારતની સાથે છીએ.

યૂરોપીય સાંસદના સભ્ય થિયરી મરિયાનીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે હું લગભગ ૨૦ ખત ભારત આવી ચૂકયો છું. આ અહાઉ દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ જેવા શહેરોમાં ગયો હતો. અમારો હેતુ જમ્મુ-કાશ્મીર વિશે સાચી જાણકારી મેળવવાનો હતો. કાશ્મીરમાં પરિસ્થિતિઓ હવે થાળે પડવા લાગી છે. એક સાંસદે કહ્યું કે આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે, જેમાં અમે ભારતનું સમર્થન કરીએ છે. તેમણે જણાવ્યું કે અમે અમારા પ્રવાસાં એકિટવિસ્ટ્સ સાથે પણ મુલાકાત કરી, તેમણે શાંતિને જ પોતાનું વિઝન ગણાવ્યું. તેમજ અમે સ્થાનીક નાગરિકો સાથે પણ મુલાકાત કરી છે.

(11:49 am IST)