મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

અમેરિકાએ બગદાદીના ઉત્ત્।રાધિકારીને પણ ઠાર કર્યોઃ ટ્રમ્પ

યુએસ રાષ્ટ્રપ્રમુખે સત્ત્।વાર રીતે ટ્વીટ કરીને માહિતી આપી

વોશિંગ્ટન,તા.૩૧:આઈએસના આકા અબુ બકર અલ બગદાદીને ઠાર કર્યા બાદ હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેના ઉત્ત્।રાધિકારી અને બગદાદી પછી આઈએસના નંબર વન અધિકારીને ઠાર કર્યો હોવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ અંગેની સત્ત્।ાવાર જાહેરાત કરી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે બગદાદી બાદ આતંકી સંગઠનની કમાન અબ્દુલ્લાહ કાર્દશ પાસે આવી હતી. ટ્રમ્પે ઠાર મરાયેલા આતંકવાદીના નામનો ઉલ્લેખ કર્યો ન હતો. રિપોર્ટ્સ મુજબ બગદાદી અનેક બીમારીઓ ધરાવતો હતો અને કાર્દશે તાજેતરમાં આતંકી સંગઠન આઈએસની કમાન સંભાળી હતી.

બગદાદીના મોત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ તેનો ઉત્ત્।રાધિકારી વિશે પણ જાણતા હતા.

ટ્રમ્પે રવિવારે એક મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે અમેરિકાના લશ્કર દ્વારા કરાયેલા હવાઈ હુમલામાં બગદાદી ઠાર મરાયો હતો. ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે અમે તેના ઉત્ત્।રાધિકારી વિશે પણ જાણીએ છીએ અને તેના પર અમારી નજર છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને જણાવ્યું કે, હમણા જ પુષ્ટિ થઈ છએ કે બગદાદીનો નંબર વન રિપ્લેસમેન્ટને પણ અમેરિકા દ્વારા ઠાર કરી દેવાયો છે. તે આઈએસનો આકા બનવાનો હતો પરંતુ હવે તેનું મોત થયું છે.બગદાદીનો ઉત્ત્।રાધિકારી કોણ?

બગદાદીનો ઉત્ત્।રાધિકારી અબ્દુલ્લાહ કાર્દશ હતો. એક અહેવાલ મુજબ કાર્દશને પૂર્વ ઈરાકી તાનાશાહ સદ્દામ હુસૈનની સેના માટે કામ કરતો હતો. હવે બગદાદી કોઈપણ ઓપરેશનમાં હિસ્સો લેતો નહતો અને માત્ર આદેશ આપતો હતો. કાર્દશ આતંકી મનસુબાઓને અંજામ આપતો હતો. બગદાદીને અનેક બીમારી લાગુ થતા તેમજ ઓગસ્ટમાં એક હવાઈ હુમલામાં દ્યાયલ થતા તેણે કાર્દશને કમાન સોંપી હતી.

(11:47 am IST)