મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

આજથી એક દેશ, એક વિધાન, એક નિશાન- દેશના નકશા પર જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશ

આજની તારીખ ભારતના ઈતિહાસમાં હંમેશા માટે નોંધાય જવાની છે. આ દિવસથી જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ બે નવા કેન્દ્ર શાસિત રાજય થઈ જશે. ૫ ઓગસ્ટે કેન્દ્ર સરકાર દ્વારા જમ્મૂ-કાશ્મીરથી આર્ટિકલ ૩૭૦ને સમાપ્ત કરવાની સાથે આ રાજયોને બે કેન્દ્ર શાસિત રાજયોમાં વિભાજીત કરવાના પ્રસ્તાવને બહુમતીથી પાસ કરાવી લીધો હતો

નવી દિલ્હી,તા.૩૧: રાષ્ટ્રીય એકતા દિવસ (સરદાર પટેલ જયંતિ, ૩૧ ઓકટોબર)ના અવસર પર આજે ભારતમાં બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશનો જન્મ થયો છે. જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ આજથી કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા છે. જેથી બંન્ને વિસ્તારના દ્યણા કાયદા સમાપ્ત થઈ જશે અને નવા કાયદા લાગૂ થશે. મહત્વનું છે કે ૫ ઓગસ્ટે જમ્મૂ કાશ્મીર રાજયને બે લદ્દાખ અને જમ્મૂ કાશ્મીર બે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની જાહેરાત ઈ ચુકી છે. સંસદના બંન્ને ગૃહમાં જમ્મૂ-કાશ્મીર પુનર્ગઠન બિલ ૨૦૧૯દ્ગચ મંજૂરી મળી ચુકી છે અને રાષ્ટ્રપતિએ પણ તેના પર હસ્તાક્ષર કરી દીધા છે.

આજથી જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ પ્રશાસનિક રૂપથી કેન્દ્ર સરકારને આધીન આવી ગયું  અને રાજયમાં દ્યણા નવા કાયદા લાગૂ થશે. જમ્મૂ કાશ્મીર વિધાનસભા સાથેનો કેન્દ્ર શાસિત પ્રદેશ અને લદ્દાખ વિધાનસભા વગરનો કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો છે. અમે તમને જણાવીએ છીએ કે જમ્મૂ કાશ્મીરમાં શું મોટા ૧૦ ફેરફાર થશે.

૧. જમ્મૂ-કાશ્મીર આજથી (૩૧ ઓકટોબર) કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો છે.

૨. જમ્મૂ કાશ્મીરમાં RPCના જગ્યાએ IPC લાગૂ થશે.

૩. જમ્મૂ-કાશ્મીરમા ૧૦૬ નવા કાયદા લાગૂ થઈ જશે.

૪. જમ્મૂ-કાશ્મીરમાં ૧૫૩ વિશેષ કાયદા સમાપ્ત

૫. ઉર્દૂની જગ્યાએ હિન્દી. અંગ્રેજી સત્ત્।ાવાર ભાષાઓ હશે.

૬. જમ્મૂ-કાશ્મીરમાં દિલ્હીની જેમ વિધાનસભાની રચના થશે.

૭. જમ્મૂ-કાશ્મીરમાં આજથી ઉપ રાજયપાલ કાર્યભાર સંભાળશે.

૮. વિધાનસભામાં પાસ થયેલા બિલ પર અંતિમ નિર્ણય LG લેશે.

૯. વિધાનસભાનો કાર્યકાળ ૬ના જગ્યાએ પાંચ વર્ષનો રહેશે.

૧૦. કાયદો વ્યવસ્થાની જવાબદારી કેન્દ્ર સરકારની રહેશે.

જમ્મૂ-કાશ્મીર યૂટીમાં વર્તમાન જમ્મૂ અને કાશ્મીર ક્ષેત્ર સામેલ થશે. કાયદો અને વ્યવસ્થા કેન્દ્રની પાસે રહેશે, જેમાં હવે રાજયમાં આર્ટિકલ ૩૬૦ હેઠળ નાણાકીય કટોકટીની જાહેરાત કરવાની શકિત પણ સામેલ છે. વર્તમાન જમ્મૂ કાશ્મીરના રાજયપાલ જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ UTsના ઉપરાજયપાલ હશે.

પુડ્ડુચેરી સંદ્ય રાજય ક્ષેત્ર પર લાગૂ આર્ટિકલ  ૨૩૯Aના જોગવાઈ નવા જમ્મૂ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ માટે પણ લાગૂ થશે. નવી વિધાનસભામાં વર્તમાન છ વર્ષોના સ્થાન પર ૫ વર્ષનો કાર્યકાળ હશે.

જીસી મુર્મૂ લેશે કાશ્મીરના પ્રથમ એલજીના રૂપમાં શપથ

આજથી ભારતમાં એક રાજય ઓછું અને ૨ કેન્દ્ર શાસિત પ્રદેશ વધી જશે. જીસી મુર્મૂ (G.C.Murmu) આજે જમ્મૂ-કાશ્મીરના ઉપરાજયપાલ પદે શપથ ગ્રહણ કરશે. તો એક અન્ય પૂર્વ સિવિલ સેવક, રાધા કૃષ્ણ માથુર (RK Mathur) લદ્દાખના ઉપરાજયપાલના રૂપમાં શપથ લેશે. તેવું જાણવા મળી રહ્યું છે કે આ શપથ સમારોહ બપોરે ૧.૪૫ કલાકની આસપાસ યોજાશે.

વિધાનસભાની શકિત

નવી વિધાનસભામાં ૧૦૭ ધારાસભ્યો હશે. ૧૦૭ ધારાસભ્યોમાથી ૨૪ સીટ પીઓકે ક્ષેત્ર માટે ખાલી રહેશે. હાલની વિધાનસભામાં ૧૧૧ સભ્ય હતા, જેમાથી ૮૭ ચૂંટાયેલા સભ્યો હતા, ૨ નિમણૂક કરેલા હતા, જયારે પીઓકે માટે ૨૪ સીટો ખાલી રાખવામાં આવી હતી. નવા કાયદા પ્રમાણે એલજી જમ્મૂ-કાશ્મીર વિધાનસભામાં બે મહિલા પ્રતિનિધિઓની નિમણૂક કરી શકે છે, જો તેવું લાગે છે મહિલા પ્રતિનિધિત્વ પર્યાપ્ત નથી.

લોકસભા-રાજયસભાની સીટો

રાજયસભા વર્તમાન જમ્મૂ-કાશ્મીરથી ૪ સભ્યોની યજમાની કરવાનું ચાલું રાખી શકે છે. તો પાંચ લોકસભા સીટો જમ્મૂ-કાશ્મીર  કેન્દ્ર શાસિત પ્રદેશ અને ૧ લદ્દાખ સંદ્ય રાજય ક્ષેત્ર માટે વહેંચવામાં આવી છે.

એલજીના હાથમાં સત્ત્।

વિધાનસભા દ્વારા પસાર થયેલા બધા બિલ તેમની સહમતિ માટે એલજીને મોકલવામાં આવશે. એલજી પોતાની મંજૂરી આપી શકે છે, તેને રોકી શકે છે કે રાષ્ટ્રપતિને વિચાર માટે બિલ મોકલી શકે છે. જો કોઈ વિસંગતતા હોય તો સંસદ દ્વારા કાયદો નવી વિધાનસભામાં પસાર કોઈપણ કાયદા પર લાગૂ થશે.

બંધારણની પ્રથમ અનુસૂચીમાં ૧૫ સ્થાન પર જમ્મૂ-કાશ્મીર રાજયને રાજયની યાદીમાથી હટાવી દેવામાં આવ્યું છે. જમ્મૂ કાશ્મીર  UTની એક નવી એન્ટ્રીને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદીમાં બંધારણની પ્રથમ અનુસૂચીમાં ૮મી સ્થાન પર જોડવામાં આવ્યું છે.

લદ્દાખમાં નહીં હોય વિધાનસભા

યૂટી લદ્દાખમાં વિધાનસભા હશે નહીં અને એલજીના માધ્યમથી કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સીધુ શાસન કરવામાં આવશે. કાશ્મીરમાં એક વિધાનસભા હશે અને દિલ્હી મોડલ પર કામ કરશે.

(11:45 am IST)