મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

વર્ષેની સૌથી મોટી સાયબર ચોરી

૧૩ લાખ ભારતીયોના ક્રેડિટ-ડેબિટ કાર્ડના ટેડા હેક

નવી દિલ્હી,તા.૩૧: સિંગાપોરમાં આવેલ એક ગ્રુપ આઇબી સુરક્ષા અનુસંધાનની ટીમે ડાર્ક વેબ પર ક્રેડિટ અને ડેબિટ કાર્ડના વિવરણમાં એમ મોટા ડેટાબેઝ અંગેની માહિતી મેળવી છે. (India-mix-New -01)ના રૂપે ડબ કરેલા ડેટા બે સંસ્કરણો ઉપલબ્ધ છે. ટ્રેક-૧ અને ટ્રેક-૨ તેમાં ૧૩ લાખથી વધુ ઉપયોગ કર્તાઓની ચુકવણી સાથે જોડાયેલા ઓળખપત્ર સામેલ છે.

શરૂઆતી તપાસમાં માલુમ પડ્યું છે કે તેમાં સવાધિક મહત્વપૂર્ણ ટ્રેક-૨ ડેટા ચોરી થયો છે જે કાર્ડની પાછળ મેગ્નેટિક સ્ટ્રિપમાં હોય છે. તેમાં ગ્રાહકની પ્રોફાઇલ અને લેણ-દેણની સંપૂર્ણ જાણકારી હોય છે. ટ્રેક-૧ ડેટામાં ફકત કાર્ડ નંબર જ હોય છે. જે સામાન્ય છે કુલ ખાતામાંથી ૯૮ ટકા ભારતીય બેંકોના છે. અને અન્ય કોલંબિયાઇ નાણાંકીય સંસ્થાનોના છે

ગ્રુપ આઇબી દ્વારા આપેલા સ્ક્રીન- શોટના જણાવ્યા મુજબ પ્રત્યેક કાર્ડ ૧૦૦ ડોલરમાં વેચવામાં આવી રહ્યા છે. અને કુલ મળીને તેની કિંમત ૧૩૦ મિલિયન ડોલર થી વધુ છે. તેનાથી તે અત્યાર સુધીની ડાર્ક વેબ પર વેચાણ માટે રાખનારા સૌથી કિંમતી નાણાકીય બની ગઇ છે. ગ્રુપ આઇબીના શોધકર્તાઓના જણાવ્યું કે જોકર્સ સ્ટેશ નામના એક ડાર્ક વેબ સાઇટે ભારતના ૧૩ લાખથી વધુ ક્રેડિટ અને ડેબિટ કાર્ડના ડેટા ડંપ કર્યો છે.

ગ્રુપ આઇબીના શોધકર્તાઓએ જણાવ્યું કે જોકર્સ સ્ટેશ નામના એક ડાર્ક વેબસાઇટે ભારતે ૧૩ લાખથી વધુ ક્રેડિટ અને ડેબિટ કાર્ડના ડેટા હેક કર્યા છે.

(11:41 am IST)