મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

સંતુલન

''જયારે હૃદય અને મસ્તિષ્ક સંતુલીત હશે ત્યારે વ્યકિત મુકત હશે આ સંતુલનમાં જ આઝાદી છે આ સંતુલનમા જ સમાનતા, સુલેહ અને શાંતિ છે.''

જયારે મસ્તિષ્કનો વધારે ઉપયોગ થાય છે ત્યારે તે પ્રાણઘાતક બની જાય છે. તેના અસ્તિત્વને જેનાથી કઇ ફાયદો ના હોય તેવુ કઇ થવા દેતુ નથી અને આનંદ ફાયદા વગરનો છે, બધી જ ખુશીઓ ફકત રમત જેવી છે. તેમા કોઇ હેતુ નથી પ્રેમ એક આનંદ છે, તેનો કોઇ હેતું નથી, તેવી જ રીતે નૃત્ય છે, તેવી જ રીતે સુંદરતા છે. જે બધુ જ હૃદય માટે મહત્વનું છે તે મસ્તિષ્ક માટે મહત્વ વગરનું છ.ે

તેથી શરૂઆતમાં દરેક વ્યકિતએ વધારે મહત્વ હૃદયને આપવું પડશે જેથી એક સંતુલન પ્રાપ્ત થઇ શકે વ્યકિતએ હૃદય તરફ વધારે પડતુ ઝૂકી જવુ પડશે વ્યકિતએ સંતુલન બનાવવા માટે સામેના બીજા છેડા સુધી જવુ પડશે ધીમે-ધીમે વ્યકિત મધ્યમાં આવશે પરંતુ પહેલા તેને બીજા છેડા સુધી જવુ પડશે કારણ કે મસ્તિષ્કનું વર્ચસ્વ વધારે પડતું છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

 

(10:26 am IST)