મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

દેશની એકતા અને અખંડિતતામાં યોગદાન બદલ સરદાર વલ્લભભાઇ પટેલના નામે સર્વોચ્ચ નાગરિક એવોર્ડ જાહેર

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે દેશની એકતા અનેઅખંડિતતા માટે યોગદાન બદલ સરદાર વલ્લભભાઇ પટેલના નામે સર્વોચ્ચનાગરિક એવોર્ડ જાહેર કર્યો છે. દેશની એકતા અને અખંડિતતા જાળવવા તથા તે માટે કાર્ય કરનાર પ્રતિભાઓને અલગત તારવી સન્માન કરવામાં આવશે. સરદારના જન્મદિવસે દર વર્ષે એનાયત કરવામાં આવશે. તેમાં ચંદ્રક તથા પ્રશસ્તિપત્રનો સમાવેશ થાય છે

  . જો કે, કોઇ રોકડ પુરસ્કારનો સમાવેશ કર્યો નથી. કોઇપણ ભારતીય નાગરિક કે સંસ્થા કે સંગઠનનેઆ એવોર્ડ આપી શકાશે. રાજય સરકાર, કેન્દ્રશાસિત પ્રદેશતથા મંત્રીમંડળના સભ્યો પણ આ અંગે ભલામણ કરી શકશે. આ એવોર્ડ માટે નેશનલ યુનીટી એવોર્ડસ ડોટ એમએચએ ડોટ ગોવ ડોટ ઇન પર અરજી કરી શકાશે.

(8:53 am IST)