અમેરિકામાં જન્મેલા ઈમિગ્રન્ટ્સના બાળકોને મળતું જન્મજાત નાગરિકત્વ રદ કરાશેઃ HBO સમક્ષ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન : બંધારણના ભંગ સમાન નિર્ણય વિરુદ્ધ કોર્ટ ફાઇટ થવાની શક્યતા
વોશિંગટન :અમેરિકામાં વસતા પરંતુ ત્યાંનું નાગરિકત્વ નહીં ધરાવતા ઈમિગ્રન્ટ્સના બાળકોને જન્મજાત મળતું નાગરિકત્વ રદ કરી દેવાશે.તેવું વિધાન તાજેતરમાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ કરતા હોબાળો મચી જવા પામ્યો છે.કારણકે આ બાબત અમેરિકાના બંધારણના ભંગ સમાન હોવાથી કોર્ટ ફાઇટ થવાના એંધાણ વરતાઇ રહ્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
અમેરિકામાં 6 નવે.ના રોજ વચગાળાની ચૂંટણીઓ છે તેવા સંજોગોમાં ટ્રમ્પનું આ વિવાદાસ્પદ નિવેદન ચિનગારી સમાન બની શકે છે.કારણકે અમેરિકાના બંધારણનો 14 મો સુધારો ત્યાં જન્મ લેનાર બાળકને નાગરિકત્વ આપે છે.તેમ છતાં આ સુધારાના ઉલ્લંઘન વિષે HBO સમક્ષ ટ્રમ્પએ કરેલા નિવેદન વિષે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ આ માટે જરૂર પડ્યે વટહુકમ પણ બહાર પડી શકે છે.હાલમાં આ વિષય અંગે વ્હાઇટ હાઉસના લો ડિપાર્ટમેન્ટ દ્વારા ઇમિગ્રન્ટ પોલિસી સાથે અભ્યાસ થઇ રહ્યો છે.તેથી પ્રેસિડન્ટ ક્યારે આ બાબતનો અમલ કરે છે તે હવે પછીનો સમય બતાવશે તેવું જાણવા મળે છે.