મુખ્ય સમાચાર
News of Saturday, 31st July 2021

જાપાન, થાઇલેન્ડ અને મલેશિયામાં કોરોના ડેલ્ટા વેરિએન્ટએ કાળોકેર વર્તાવ્યો : અમેરિકામાં એક લાખ નવા કેસ નોંધાયા

અમેરિકામાં છેલ્લા એક સપ્તાહમાં મળી આવેલા 83 ટકા કેસ ડેલ્ટા વેરિએન્ટના હોવાનું જણાયું

નવી દિલ્હી :  અમેરિકામાં રસીકરણની ધીમી ગતિ અને માસ્ક પહેરવામાં મુક્તિ કોરોના સંકટને ફરીવાર જોવાયું છે તેવામાં જાપાન, થાઇલેન્ડ અને મલેશિયામાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટએ કહેર મચાવ્યો છે. અહીં દૈનિક કેસો ઝડપી ગતિએ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન લગભગ એક લાખ નવા કેસ મળી આવ્યા છે. રાષ્ટ્રમાં ફરીથી ચેપ વધતાં રાષ્ટ્રપતિ જો બિડેને રસીકરણને વેગ આપવાનું શરૂ કર્યું છે. તેઓ રસી પ્રક્રિયા ઝડપી બનાવવા પર ભાર આપી રહ્યા છે.

  અમેરિકામાં છેલ્લા કેટલાક સપ્તાહો દરમિયાન નવા કેસોમાં તીવ્ર ઉછાળો આવ્યો છે, જે કોરોના મહામારીના બે વેવનો સામનો કરી ચુક્યું છે

   રસીકરણની ધીમી ગતિ અને કોરોનાના ડેલ્ટા વેરિએન્ટને આનું કારણ ગણાવવામાં આવી રહ્યું છે. યુએસ આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહમાં મળી આવેલા 83 ટકા કેસ ડેલ્ટા વેરિએન્ટના હોવાનું જણાયું છે.

યુ.એસ. માં, અગાઉના સપ્તાહની સરખામણીમાં આવા કેસોમાં 32 ટકાનો વધારો થયો છે. જ્યારે હેલ્થ એજન્સી સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, 60 ટકાથી વધુ અમેરિકનોને રસી આપવામાં આવી છે.

સમાચાર એજન્સી રોઇટર્સ અનુસાર, કોરોનાનું ડેલ્ટા વેરિએન્ટ જાપાન, થાઇલેન્ડ અને મલેશિયામાં વધ્યું છે. છેલ્લા 24 કલાકમાં આ દેશોમાં રેકોર્ડ બ્રેક નવા કેસ મળી આવ્યા છે. જાપાનની રાજધાની ટોક્યોમાં 4,058 નવા કેસ મળી આવ્યા છે. ઓલિમ્પિક્સનું આયોજન કરનાર આ શહેરમાં પ્રથમ વખત, એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં લોકોને ચેપ લાગ્યો છે. મલેશિયામાં 17 હજાર 786 અને થાઇલેન્ડમાં 18 હજાર 912 કેસ નોંધાયા છે.

(10:31 pm IST)