મુખ્ય સમાચાર
News of Saturday, 31st July 2021

કિમ જોંગની તબિયત લથડી, ૨૦ કિલો વજન ઓછું થયું

ઉત્તર કોરિયાના તાનાશાહને લઈને અફવાઓ જોરમાં : કિમ જોંગની સૈન્ય અધિકારીઓનું અભિવાદન કરતી તસવીરો સામે આવી હતી, જેમાં તે ખુબ દુબળા દેખાય છે

પ્યોંગયાન, તા.૩૧ : પોતાની ક્રુરતા અને સનકી સ્વભાવ માટે ચર્ચામાં રહેતા ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગને લઈને ફરી અટકળો શરુ થઈ છે. કિમ જોંગની જે નવી તસવીર સામે આવી છે તે લોકોનુ ધ્યાન ખેંચી રહી છે. તસવીરમાં કિમ જોંગનુ વજન ૨૦ કિલો જેટલુ ઓછુ થયુ હોવાનુ દેખાઈ રહ્યુ છે.તાજેતરમાં તેમની સૈન્ય અધિકારીઓનુ અભિવાદન કરતી તસવીરો સામે આવી હતી.

જે જોઈને લાગતુ હતુ કે, વજન ઓછુ થયા બાદ તેમને ટ્રેડમાર્ક ગણાતો માઓ સુટ પણ તેમના પર બરાબર ફીટ નથી આવતો. એક મહિના પહેલા સરકારી મીડિયાએ કિમ જોંગની તબિયત પર ચિંતા વ્યક્ત કરી હતી.સામાન્ય રીતે કિમની તબિયત અંગે મીડિયામાં ચર્ચા થતી નથી પણ હવે તેમના ઘટેલા વજનને લઈને ઉત્તર કોરિયાના લોકોમાં ચિંતા છે.વજનમાં ઘટાડાથી તે બીમાર હોવાની અટકળો પણ થઈ રહી છે.

પહેલા ઉત્તર કોરિયાની સરકારી ચેનલે કિમ જોંગ અંગે જે અહેવાલ પ્રસારીત કર્યો હતો તેમાં એક સામાન્ય નાગરિકના હવાલાથી કહેવાયુ હતુ કે, દેશના લોકો કિમ જોંગની જે હાલત છે તેનાથી તુટી ગયા છે. જાણકારોનુ કહેવુ છે કે, સરકારી ટીવી પર કિમની તબિયત અંગે ચર્ચા કરાવીને પ્રસિધ્ધિ મેળવવાની કવાયત હાથ ધરાઈ છે.તાનાશાહ કિમ જોંગ દુનિયાભરમાંથી સહાનુભૂતિ મેળવવા માંગે છે અને એવુ દર્શાવવા માંગે છે કે, ઉત્તર કોરિયાના લોકો તેની સાથે છે.

(7:30 pm IST)