મુખ્ય સમાચાર
News of Sunday, 31st May 2020

ગુજરાત અને દિલ્હીમાં મોટા આતંકવાદી હુમલાનો અલર્ટ : સુરક્ષા એજન્સીઓ સતર્ક

હિજ્બુલ મુજાહિદ્દીન અને લશ્કરે તૈયબાના આતંકવાદી ઘુસણખોરીની ફિરાકમાં

નવી દિલ્હી : સરહદ પર સતત ઘુસણખોરીના પ્રયત્નમાં અસફળ થયા પછી હવે આતંકવાદી સંગઠન ગુજરાત અને દિલ્હીમાં મોટો આતંકવાદી હુમલો કરવાનો પ્લાન ઘડી રહ્યો છે. ગુપ્તચર એજન્સીએ લશ્કર, જેશ અને હિજ્બુલ મુજાહિદ્દીનને લઇને અલર્ટ જાહેર કર્યો છે. તે પછી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. આ રાજ્યોમાં અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે.

સેના આતંકવાદીઓને રોકવા માટે તેમની વ્યૂહરચના બનાવી રહી છે. કાશ્મીર સ્થિત 15 કોરના કમાન્ડર લેફ્ટિનન્ટ જનરલ બીએસ રાજૂએ સેન્ય અધિકારીઓને નિયંત્રણ રેખા પર પેટ્રોલિંગ દરમિયાન સાવચેતી વર્તવા જણાવ્યુ છે.

શ્રીનગરથી મળેલ રિપોર્ટનો હવાલા આપતા રાષ્ટ્રીય રાજધાનીમાં અધિકારીઓએ જણાવ્યુ કે, સેનાને ગુપ્ત માહિતી મળી છે કે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન હિજ્બુલ મુજાહિદ્દી અને લશ્કરે તૈયબાના લગભગ 300 આતંકવાદી સરહદ પારથી ઘાટીમાં ઘુસણખોરી કરવાના પ્રયાસમાં છે.

(8:07 pm IST)