મુખ્ય સમાચાર
News of Thursday, 31st May 2018

‘‘કતારમાં વિદેશી મૂળના નાગરિકો માટે લાલ જાજમ'': પરમેનન્‍ટ રેસિડન્‍સ વીઝા નિયમો હળવા બનાવવા ધારાસભ્‍યોની પેનલ દ્વારા ભલામણઃ કતારની સ્‍ત્રી સાથે લગ્ન, બાળકોને ફ્રી એજ્‍યુકેશન, હેલ્‍થકેર, તથા પોતાનો બિઝનેસ શરૂ કરવાની મંજુરી અપાશે

કતારઃ કતારમાં પરમેનન્‍ટ રેસિડન્‍સ (PR) વીઝાના નિયમોમાં કરાયેલા ફેરફારો મુજબ કતારની સ્‍ત્રી સાથે લગ્ન ઉપરાંત બાળકોના અભ્‍યાસને પણ આયરી લેવાયો છે. આ ફોરેનર વીઝાને લગતા કાયદાને સિનીયર ધારાસભ્‍યોની પેનલએ મંજુરી આપી છે. જે મુજબ આ PR મેળવનાર ભારતીયો સહિતના વિદેશી નાગરિકોના બાળકોને ફ્રી એજ્‍યુકેશન, હેલ્‍થકેર, તથા પોતાનો બિઝનેસ શરૂ કરવાની મંજુરી આપમેવે મળી જશે ઉલ્લેખનીય છે કે કતારમાં ૯૦ ટકા પ્રજાજનો વિદેશી મૂળના છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા દ્વારા જાણવા મળે છે.

ધારાસભ્‍યો દ્વારા મંજુર કરાયેલા આ નવા કાયદાને અમલી બનાવવા કતાર કેબિનેટ તથા એમિર શેખ તામીમ બિન હમદ અલ થાનીને મોકલાશે.

(12:33 am IST)