કેળાં પર કોન્ડોમ ચડાવી ગળી ગયો શખ્સઃ બગડી તબિયતઃ ડોક્ટર્સે બચાવ્યો જીવ
અમેરિકામાં એક શખ્સે ગુસ્સામાં કોન્ડોમ ચડેલું કેળું ગળી લીધુ અને પછી બગડી તબિયતઃ થઈ સર્જરી
ન્યુયોર્ક,તા. ૩૧: વિશ્વમાં અનેક એવા કેસ સામે આવે છે જયારે અનેક લોકો ભૂલથી કંઈક ને કંઇક ખાઈ લેતા હોય છે અને પછી તેમના પેટની સર્જરી કરીને તેને કાઢવામાં આવે છે. ક્યારેક બાળકો પણ ભૂલથી આવું કરી દેતા હોય છે. પણ તાજેતરમાં જ એક અમેરિકન શખ્સે તો હદ કરી દીધી. તેણે ભૂલથી નહીં પણ જાણીજોઈને એવું કેળું ખાધું કે જેના પર કોન્ડોમ ચડેલું હતું. ત્યાર બાદ તેની સ્થિતિ એટલી બગડી કે તેના આંતરડાંએ જવાબ આપી દીધો અને ડોક્ટર્સે તેનો જીવ જેમતેમ કરીને બચાવી લીધો.
હકિકતે, આ ઘટના અમેરિકાના એક શહેરની છે. ડેઇલી મેલના એક રિપોર્ટ પ્રમાણે આ ઘટનાને એક મેડિકલ સ્ટડી દ્વારા કહેવામાં આવ્યું છે. આમાં શખ્સની ઓળખ છુપાવવામાં આવી છે. જો કે, એક્સરેની તસવીરો અને સર્જરી બાદ કેળું કાઢવાની તસવીરો ચોક્કસ સામે આવી છે. ડેઇલી મેલે પોતાના રિપોર્ટમાં પણ આ તસવીરોનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે કેવી રીતે ડોક્ટર્સે આ કેસ હેન્ડલ કર્યો છે.
માહિતી પ્રમાણે ૩૫ વર્ષીય શખ્સે આ કારનામું ગુસ્સાને કારણે કર્યું. શખ્સને ગુસ્સો કઈ વાત પર આવ્યો એ જણાવવામાં આવ્યું નથી પણ તે કોન્ડોમ ચડેલું કેળું ગળી ગયો. આના થોડાક સમય પહેલા જ પેટમાં જબરજસ્ત દુઃખાવો થવા માંડ્યો અને ઊલ્ટીઓ થવા માંડી. તે કંઈ પણ ખાઈ-પી શક્યો નહીં. અહીં સુધી કે પાણી પીવું પણ તેને માટે મુશ્કેલ રહ્યું.
તેને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો. ડોક્ટર્સે જયારે એક્સરે કર્યો તો તેના આંતરડાંની પાસે કોન્ડોમમાં લપેટાયેલ કેળું દેખાયું. આ આંતરડાંનો માર્ગ અટકાવી રહ્યું હતું અને આથી તેને ઘણું નુકસાન પણ થઈ ચૂક્યું હતું. લગભગ એક કલાક સુધી ચાલેલા ઓપરેશન બાદ તેને કાઢી લેવાયું. ત્રણ દિવસ બાદ તે શખ્સને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. આની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.