મુખ્ય સમાચાર
News of Tuesday, 31st January 2023

અરુણાચલમાં આવેલું અનિની મિની સ્વિત્ઝર્લેન્ડથી ઓછું નથી. જેના કેટલાંક ફોટા હાલમાં સોશિયલ મીડિયામાં સૌનું ધ્યાન ખેંચ્‍યુ

અરુણાચલ પ્રદેશ, જે ભારતના સૌથી સુંદર રાજ્યોમાનું એક છે, અહીંના સુંદર પહાડો અને વળાંકવાળા માર્ગો અહીં ફરવા આવનારા લોકોનું મન મોહી લે છે.

ભારતમાં ઘણી એવી જગ્યાઓ છે, જે લોકોને ઘણી આકર્ષિત કરે છે. આમ તો દરેક જગ્યાની પોતાની ખાસિયત છે, જેના લીધે ટુરીસ્ટ અહીં ખેંચાઈને આવે છે. કંઈક એવું જ અરુણાચલ પ્રદેશ, જે ભારતના સૌથી સુંદર રાજ્યોમાનું એક છે, અહીંના સુંદર પહાડો અને વળાંકવાળા માર્ગો અહીં ફરવા આવનારા લોકોનું મન મોહી લે છે. ઠંડીની સીઝનમાં અહીંના નિર્મલ પહાડો અને લોભાવનારા દ્રશ્યો પર્યટકોની યાત્રાને યાદગાર બનાવી દે છે.

તેવું જ અરુણાચલમાં આવેલું અનિની મિની સ્વિત્ઝર્લેન્ડથી ઓછું નથી. જેના કેટલાંક ફોટા હાલમાં સોશિયલ મીડિયામાં સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે.

આ ફોટાને નાગાલેન્ડના મંત્રી તેમજેન ઈન્માએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી શેર કર્યા છે, જેને જોઈને યુઝર્સ આ સુંદર જગ્યાના દિવાના થઈ ગયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અરુણાચલ પ્રદેશમાં આવેલા અનિની ઉર્ફ મિની સ્વિત્ઝર્લેન્ડના ફોટા શેર કરતા કેપ્શનમાં લખ્યું છે- આ સ્વિત્ઝર્લેન્ડ અથવા તો કાશ્મીર નથી.

આ અનિની, અરુણાચલ પ્રદેશમાં હાલમાં જ તૈયાર કરવામાં આવેલું ચિઘુ રિસોર્ટ છે. આટલી અદ્ધભૂત સાઈટ..એટપ્રેમાખાંડુબીજેપી જી તમે મને ક્યારે આમંત્રિત કરી રહ્યા છો. યાત્રા કરવા માટે સંપર્ક કરો. વાયરલ થઈ રહેલા આ સુંદર ફોટાને જોઈને તમને પણ ત્યાં જવાનું મન થઈ જશે.

નાગાલેન્ડના મંત્રી તેમજેમ ઈમ્નાના આ પોસ્ટમાં કરવામાં આવેલા સવાલ પછી અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પ્રેમ ખાંડુએ તરત જ મંત્રીના અનુરોધનો જવાબ આપ્યો હતો. તેમણે ટ્વીટ કરતા લખ્યું છે- એટએલોન્ગઈમ્નાજી સુંદર ઉગતા સૂરજી ભૂમિમાં તમારું હંમેશાં સ્વાગત છે.

પહાડ અને પર્વતો તમને પોતાની સુંદરતાથી મંત્રમુગ્ધ કરી દેશે. ચિંગુ રિસોર્ટમાં બરફથી ઢંકાયેલા પહાડો અને દેવદારના ઝાડની સાથે એક સુંદર પૃષ્ઠભૂમિ છે. અરુણાચલ તમારા આગમનની પ્રતિક્ષા કરી રહ્યું છે, અવશ્ય પધારો.

(1:11 am IST)