મુખ્ય સમાચાર
News of Tuesday, 31st January 2023

એર માર્શલ સંદીપ સિંહ સેવા નિવૃત્ત થતા તેમનું સ્થાન એર માર્શલ અમનપ્રીત સિંહ લેશે

એર માર્શલ એપી સિંઘ હાલમાં પ્રયાગરાજ સ્થિત સેન્ટ્રલ એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે સેવા બજાવી રહ્યા છેઃ તેઓ વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ તરીકેનો ચાર્જ બુધવારે સંભાળશે.

 નવી દિલ્‍હીઃ   એર માર્શલ અમનપ્રીત સિંહ નવા વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ બનશે. એર માર્શલ એપી સિંઘ હાલ સેન્ટ્રલ એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ છેઃ  એર માર્શલ એપી સિંહને 1984માં ભારતીય વાયુસેનાના ફાઇટર સ્ટ્રીમમાં કમિશન મળેલુઃ એર માર્શલ એપી સિંહે તેજસના ફ્લાઇટ પરીક્ષણની દેખરેખ રાખી હતી

મળતી માહિતી મુજબ એર માર્શલ સંદીપ સિંહ આવતીકાલે મંગળવારે સેવા નિવૃત્ત થઈ રહ્યા છે. આથી તેમનું સ્થાન એર માર્શલ અમનપ્રીત સિંહ લેશે. એર માર્શલ એપી સિંઘ હાલમાં પ્રયાગરાજ સ્થિત સેન્ટ્રલ એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે સેવા બજાવી રહ્યા છે. તેઓ વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ તરીકેનો ચાર્જ બુધવારે સંભાળશે.

મળતી માહિતી અનુસાર, એર માર્શલ એપી સિંહને 21 ડિસેમ્બર, 1984ના રોજ ભારતીય વાયુસેનાના ફાઇટર સ્ટ્રીમમાં કમિશન આપવામાં આવ્યું હતું. એર માર્શલ સિંઘ નેશનલ ડિફેન્સ એકેડમી, ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ અને નેશનલ ડિફેન્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમણે વિવિધ પ્રકારના ફિક્સ્ડ વિંગ અને રોટરી વિંગ એરક્રાફ્ટ પર 4,900 કલાકથી વધુની ઉડાન ભરી છે.

એર માર્શલ એપી સિંહે તેજસના ફ્લાઇટ પરીક્ષણની દેખરેખ રાખી હતી, તેમણે રશિયાના મોસ્કોમાં 'મિગ 29 અપગ્રેડ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમ'નું પણ નેતૃત્વ કર્યું હતું. તેઓ નેશનલ ફ્લાઇટ ટેસ્ટ સેન્ટરમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર (ફ્લાઇટ ટેસ્ટ) પણ રહી ચૂક્યા છે. આ દરમિયાન તેમણે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસના ફ્લાઇટ ટેસ્ટિંગનું નિરીક્ષણ કર્યું હતું. તેઓ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડમાં એર ડિફેન્સ કમાન્ડર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. એપી સિંહ સેન્ટ્રલ એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે કાર્યભાર સંભાળતા પહેલા પૂર્વી એર કમાન્ડમાં વરિષ્ઠ એર સ્ટાફ ઓફિસર હતા.

(1:08 am IST)